હવામાન:નવસારીમાં 4 દિવસ પુનઃ વરસાદની આગાહી કરાઇ

નવસારી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલ વરસાદ ન પડતા મોદીના કાર્યક્રમમાં રાહત

ભારતીય મોસમ વિભાગ અમદાવાદ કેન્દ્ર દ્વારા નવસારી જિલ્લામાં 8 અને 9 જૂને છુટાછવાયા હળવા વરસાદની આગાહી કરાઈ હતી પણ નહિવત વરસાદ પડ્યો હતો. આવી છૂટાછવાયા હળવા વરસાદની આગાહી 10 જૂન માટે પણ કરવામાં આવી હતી.જોકે નવસારી, ચીખલી પંથકમાં નહિવત વરસાદ પડ્યો હતો.

અહીં ઉલ્લેખનીય છે કે 10મીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચીખલી તાલુકાના ખુડવેલમાં અને નવસારીમાં પણ કાર્યક્રમ હોય 10મીની આગાહીને લઈ ચિંતા ઉભી થઈ હતી,જોકે વરસાદ નહીં પડી બન્ને જગ્યાએ કાર્યક્રમો મુશ્કેલી વિના આટોપાતા હાશ થઈ છે.

મોસમ વિભાગે 10મીના રોજ જે આગાહી કરવામાં આવી છે તેમાં પણ આગામી 4 દિવસમાં પણ નવસારી જિલ્લામાં છૂટોછવાયો હળવો વરસાદ પડવાનું જણાવાયું છે. નવસારીમાં શુક્રવારે મહત્તમ તાપમાન બપોરે 35 ડિગ્રી અને સવારે લઘુત્તમ તાપમાન 26.5 ડિગ્રી રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 77 ટકા અને બપોરે 62 ટકા નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...