પોઝિટિવ:કોરોનાના 4 કેસ, હાઇરીસ્ક દેશ પોલેન્ડથી આવેલ યુવાન પોઝિટિવ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વધુ 3 દર્દી રિકવર થતા એક્ટિવ કેસ હવે 31

નવસારી જિલ્લામાં શનિવારે નોંધાયેલ કોરોનાના 4 નવા કેસોમાં એક હાઈરીસ્ક દેશ પોલેન્ડથી આવેલ પણ છે.જિલ્લામાં થોડા દિવસો અગાઉ ઓમિક્રોન હાઇરીસ્ક દેશમાં મુકાયેલ યુકેથી નવસારી આવેલ તબીબ પોઝિટિવ આવ્યો હતો, જોકે તેનો ઓમિક્રોન વેરિયન્ટ નેગેટિવ આવ્યો હતો. હવે હાઈરીસ્ક દેશમાંથી આવેલ વધુ એક જણાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાઇરીસ્ક દેશમાં મુકાયેલા પોલેન્ડથી ગણદેવી તાલુકાના વલોટી ગામે આવેલ 25 વર્ષીય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

તેને તુરંત ગણદેવી સીએચસીમાં ફેસિલિટી ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો છે. તેના ઓમિક્રોન વેરિયન્ટ ચકાસવામાં આવશે. અહીં ઉલ્લેખનીય છે કે આ યુવાનનો પહેલા રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો પણ 7 દિવસ પછી પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત કેસલીની 62 વર્ષીય મહિલા, ઘેજનો 37 વર્ષીય યુવાન અને કુકેરીની 15 વર્ષીય છોકરીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. વધુ 4 કેસ સાથે જિલ્લામાં કુલ કેસ 7331 થઈ ગયા છે. કોરોનાની સારવાર લેતા 3 દર્દી રિકવર થતા કુલ રિકવર સંખ્યા 7105 થઈ છે. એક્ટિવ કેસ 31 થયા છે.

1 વિદ્યાર્થિની અને 1 શિક્ષક પણ પોઝિટિવ
શનિવારે જે નવા કેસો નોંધાયા છે તેમાં 1 વિદ્યાર્થી અને 1 શિક્ષક પણ છે. ચીખલી તાલુકાના કુકેરી ગામની અને રાનકૂવા સ્કૂલમાં ભણતી 15 વર્ષીય વિદ્યાર્થિની પોઝિટિવ આવી છે. આ ઉપરાંત ઘેજ ગામે રહેતા અને તેજલાવ સ્કૂલમાં શિક્ષકનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...