તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:નવસારીમાં ઘરફોડ અને બાઈક ચોરનારી રાજસ્થાની ગેંગના 4 ઝડપાયા, 3 ફરાર

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • LCBએ ઘરફોડના 5 અને બાઈક ચોરીના 6 મળી 11 ચોરીના ભેદ ઉકેલ્યા

નવસારી એલસીબી પીઆઈ વિક્રમસિંહ પલાસ અને કર્મીઓ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન એએસઆઈ જયેશભાઇ ગોવિંદભાઈ, પોકો સંદીપ પીઠાભાઇને બાતમી મળી હતી કે દાંડીવાડ જવાના નાકા પર 4 યુવાન ચોરી કરવાના ઇરાદે પસાર થનાર છે. બાતમીવાળા યુવાનો આવતા પોલીસે તેમની પૂછપરછ કરી તપાસ કરતા તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ અને ચોરીના સાધનો મળી આવતા અટક કરી હતી. પોલીસે લાલ આંખ કરતા આ યુવાનોએ પોતાના નામ ફિરોઝ અનવરખાન મુસલા (રહે. દાંડીવાડ, મૂળ રહે. રાજસ્થાન), લીલારામ માલરામ મેઘવાડ, નાગજી રામ મેઘવાડ અને લક્ષ્મણ ઉર્ફે સરવન પહાડીયા (તમામ રહે. સુરત, મૂળ રહે. રાજસ્થાન) જણાવ્યા હતા. પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેમણે પાંચ વર્ષમાં 5 ઘરફોડ અને 6 બાઈક ચોરી મળી 11 ગુનાને અંજામ આપ્યો હોવાનું કબૂલ્યું હતું.

પોલીસે તેમની પાસેથી કુલ રૂ. 2.19 લાખનો મુદ્દામાલ કબજે કરી આ આરોપીઓનો કબજો નવસારી ટાઉન પોલીસને સોંપવામાં આવ્યો હોવાનું એલસીબીએ જણાવ્યું હતું. આ ગેંગના અન્ય સાગરિતો કિરણ ઠાકોર (રહે. પાલનપુર), સરવન ભલારામ મેઘવાડ (રહે. રાજસ્થાન) અને સલીમખાન અબ્બાસખાન શેખ (રહે.રાજસ્થાન)ને ફરાર જાહેર કરી આરોપીઓને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પોલીસે આ ગુના ડિટેકટ કર્યા
એલસીબીએ ઝડપી પાડેલા રાજસ્થાની ગેંગના ચાર આરોપીએ નવસારી ટાઉનમાં 4 ઘરફોડ અને વિજલપોરમાં 1 ઘરફોડ ચોરીના અને વાહનચોરીમાં નવસારી ટાઉનમાં 3, વિજલપોરમાં 1 અને સુરત શહેરના વરાછા પોલીસના 2 ગુનાં ડિટેકટ કર્યા હતા.

આરોપીઓ ગુનો કરી સુરત જતા રહેતા હતા
નવસારીમાં એક આરોપી ઘર ભાડે રાખી રહેતો હતો. તેમના સાગરીતો મૂળ રાજસ્થાનના પણ સુરતમાં રહેતા હતા. આરોપીઓ દિવસે આરામ કરી રાત્રિના સમયે ગુનાને અંજામ આપવા નીકળતા હતા. પાંચ વર્ષમાં ઘરફોડ ચોરીના 5 અને બાઈક ચોરીના 6 ગુનાં ડિટેકટ કરી 2.19 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓ વાહનચોરી કરવા માટે એલન કીનો ઉપયોગ કરતા હતા. જ્યારે ઘરફોડ ચોરી માટે લોખંડનો સળિયો અને ડિસમિસનો ઉપયોગ કરી નકુચા સાથે લોક તોડી નાંખવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. આરોપીઓ ગુનાને અંજામ આપી સુરત જતા રહેતા હતા. > વી.એસ.પલાસ, પીઆઇ, નવસારી એલસીબી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો