તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:નવસારીમાં 39.5 ડિગ્રી તાપમાન, કાળઝાળ ગરમી, છેલ્લા 4 દિવસથી તાપમાનમાં વધારો

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લઘુત્તમ-મહત્તમ વચ્ચે 23.3 ડિગ્રીનો ફેર

નવસારીમાં તાપમાનમાં ક્રમશઃ વધારો થતાં ગરમીમાં વધારો થઈ રહ્યો છે. શુક્રવારે તો બપોરે પારો 39.5 ડિગ્રીએ પહોંચી ગયો છે. નવસારી પંથકમાં હાલના દિવસોમાં સતત તાપમાનમાં વધારો થઈ રહ્યો છે અને તેને લઈ ગરમી પણ વધી રહી છે. આંકડાકીય વિગત જોઈએ તો 23મીએ 37 ડિગ્રી,24મીએ 38.5 ડિગ્રી અને 25મીએ બપોરે 39 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 26મીએ તો બપોરે પારો 39.5 ડિગ્રીએ પહોંચી ગયો હતો. તાપમાન 40 ડિગ્રી નજીક પહોંચી જતા કાળઝાળ ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો. શુક્રવારે સવારે લઘુત્તમ તાપમાન 16.2 ડિગ્રી રહ્યું હતું.

દિવસ દરમિયાન તાપમાનમાં વધારો થવાની સાથે હવામાં ભેજના પ્રમાણમાં ઘટાડો થયો હતો. ભેજનું પ્રમાણ સવારે 47 ટકા તો બપોરે તો માત્ર 20 ટકા જ નોંધાયું હતું. દિવસ દરમિયાન પવન 9.1 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો હતો. પવનના કારણે ગરમીમાં સાધારણ રાહત થઈ હતી. અહીં ઉલ્લેખનીય છે કે જે રીતે 4 દિવસથી તાપમાન વધી રહ્યું છે તે જોતા પારો એક-બે દિવસમાં 40ને સ્પર્શે યા તેની ઉપર જાય તો નવાઈ નહી. અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ પણ રાત્રે ઠંડક અને દિવસે કાળઝાળ ગરમી પડે છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાન વચ્ચે 23.3 ડિગ્રીનો તફાવત નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો