તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • 39 Out Of 112 Forms In District Panchayat, 172 Out Of 475 Forms In 6 Taluka Panchayats Canceled, Form Of Dummy Candidate Of Party Without Mandate Canceled

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:જિલ્લા પંચાયતમાં 112માંથી 39 ફોર્મ, 6 તાલુકા પંચાયતમાં 475માંથી 172 ફોર્મ રદ, મેન્ડેટ વિનાના પક્ષના ડમી ઉમેદવારના ફોર્મ રદ

નવસારી21 દિવસ પહેલા
 • કૉપી લિંક

નવસારી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 112માંથી 39 ફોર્મ રદ થતા 30 બેઠક માટે 73 ઉમેદવારીપત્રક માન્ય ઠર્યા હતા. સોમવારે નવસારી જિલ્લા પંચાયતની 30 બેઠકો માટે ભરાયેલ ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી.જેમાં 39 ફોર્મ રદ થઈ 73 ફોર્મ માન્ય ઠર્યા હતા.

જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતમાં ભરાયેલ ફોર્મની ચકાસણી પણ કરાઈ હતી.જેમાં તાલુકાવાર સ્થિતિ જોઈએ તો નવસારી તાલુકા પંચાયતમાં 44માંથી 8,જલાલપોરમાં 69માંથી 25, ગણદેવીમાં 81માંથી 29, ચીખલીમાં 96માંથી 33,વાંસદામાં 116માંથી 47 અને ખેરગામ તાલુકા પંચાયતમાં 69માંથી 31 ફોર્મ રદ થયા હતા. તમામ 6 તાલુકા પંચાયતમાં 132 બેઠકો માટે ભરાયેલ કુલ 475 ફોર્મમાંથી 173 ફોર્મ રદ થયા હતા અને 302 ફોર્મ માન્ય ઠર્યા હતા.રાજકીય પક્ષના ડમી ઉમેદવારોના ફોર્મ મેન્ડેટ વિના ચકાસણી સમયે રદ થઈ ગયા હતા. મંગળવારે જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં પણ ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે.

નવસારી પાલિકામાં 215માંથી 70 ફોર્મ અમાન્ય
નવસારી-વિજલપોર નગરપાલિકાની ચૂંટણીમાં 13મીએ ઉમેદવારીપત્રક ભરવાની મુદત પૂર્ણ થઈ હતી. આ મુદત દરમિયાન 13 વોર્ડની કુલ 52 બેઠકો માટે 215 ઉમેદવારીપત્રકો ભરાયા હતા. જે ફોર્મ ભરાયા હતા તેમાં ભાજપ અને કોંગ્રેસના પક્ષ દ્વારા જાહેર ઉમેદવારો ઉપરાંત ડમી ઉમેદવારો પણ હતા.અન્ય પક્ષના અને અપક્ષ પણ હતા.15મીને સોમવારે આ ભરાયેલ ઉમેદવારીપત્રકોની ચકાસણી કરવામાં આવી હતી. ઉમેદવારીપત્રકોની ચકાસણી દરમિયાન કુલ ભરાયેલ 215 ફોર્મમાંથી 70 ફોર્મ રદ થયા હતા અને 145 ઉમેદવારીપત્રક જ માન્ય ઠર્યા હતા. જે ફોર્મ રદ થયા હતા તે ભાજપ અને કોંગ્રેસના મેન્ડેટ વિનાના ડમી ઉમેદવારોના ફોર્મ હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો