તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાંકળ તૂટી:જિલ્લાના 388માંથી 380 ગામ હવે કોરોના મુક્ત, હાલ માત્ર 12 જ એક્ટિવ કેસ

નવસારી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવસારીમાં એક્ટિવ કેસોની સંખ્યામાં સતત ઘટાડો થતો જ રહ્યો છે
  • જિલ્લામાં ગણદેવી તાલુકામાં 3, ચીખલીમાં 2 અને જલાલપોર, ખેરગામ અને વાંસદા તાલુકાનાં એક-એક ગામમાં જ દર્દી નોંધાયા

નવસારી જિલ્લાના કુલ 388 ગામમાંથી હાલ માત્ર 8 જ ગામોમાં જ કોરોનાના દર્દી છે, 380 ગામમાં કોરોનાના કોઈ કેસ નથી.

નવસારી જિલ્લામાં પણ કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો હતો. સરકારી રેકર્ડ ઉપર 1 એપ્રિલ બાદ હાલ સુધીમાં 5300થી વધુ કેસ નોંધાયા હતા,ખાનગી આંક તો એનાથી અનેક ગણો છે. જોકે છેલ્લા એક -દોઢ મહિનાથી સતત કેસો ઘટતા જ રહ્યાં છે અને સાથે રિકવર કેસો પણ વધતા એક્ટિવ કેસો પણ ઘટતા જ રહ્યાં છે. એક સમયે 1500થી વધુ એક્ટિવ કેસ હતા, જે હાલ માત્ર 12 જ રહ્યાં છે. છેલ્લા દોઢ મહિનામાં જ એક્ટિવ કેસ 485 ઘટી ગયા છે. હાલ સરકારી રેકર્ડ અનુસાર નવસારી જિલ્લામાં માત્ર 12 જ કોરોનાના એક્ટિવ કેસ (દર્દી) છે, જેમાં ગામડાઓની સ્થિતિ જોઈએ તો જિલ્લાના કુલ 388 ગામમાંથી માત્ર 8 જ ગામમાં હાલ દર્દી રહ્યાં છે, અન્ય 380 ગામમાં કોઈ જ દર્દી રહ્યાં નથી. તાલુકાવાર સ્થિતિ જોઈએ તો ગણદેવી તાલુકાના 3 ગામ, ચીખલી તાલુકામાં 2 અને જલાલપોર, વાંસદા અને ખેરગામમાં એક-એક ગામમાં જ હાલ કોરોનાના દર્દી છે. નવસારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તો દર્દી હાલ નથી પણ નવસારી શહેરમાં જરૂર છે. અહીં ઉલ્લેખનીય છે કે હાલ દરરોજ કોરોનાની સ્થિતિ વધુ ને વધુ સુધરી રહી છે.

હાલ તાલુકાવાર ગામોમાં દર્દી
ગણદેવી : વાઘરેચ, અમલસાડ, દેવધા
ચીખલી : અંબાચ, ચીખલી
ખેરગામ : ખેરગામ
જલાલપોર : હાંસાપોર
વાંસદા : કાંટસવેલ 2 દર્દી

3 દર્દી શહેરી વિસ્તારમાં
હાલ જિલ્લામાં 3 કોરોનાના દર્દી શહેરી વિસ્તારમાં પણ છે. જેમાં 2 દર્દી નવસારી શહેરમાં અને 1 દર્દી બીલીમોરા વિસ્તારમાં છે. ગણદેવી નગરમાં દર્દી નથી.

7170માંથી 6967 દર્દી રિકવર
જિલ્લામાં કોરોનામાં હાલ સુધીમાં સરકારી રેકર્ડ ઉપર 7170 કેસ નોંધાયા છે. જોકે તેમાં ક્રમશ: દર્દીઓ રિકવર પણ થતા રહ્યાં છે અને હાલ સુધીમાં 6967 દર્દી તો રિકવર પણ થઈ ગયા છે. જોકે 191 દર્દીના મૃત્યુ થયા છે.

ડાંગ જિલ્લાના તમામ 311 ગામમાં એકપણ દર્દી નહીં
નવસારીને અડીને આવેલા આદિવાસી બહુસંખ્યક ડાંગ જિલ્લામાં કુલ 311 ગામ આવેલા છે. હાલ આ તમામ ગામોમાં એકપણ દર્દી (એક્ટિવ કેસ) નહીં હોવાનું સરકારી સૂત્રો જણાવે છે. અહીં ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લામાં હાલ સુધીમાં કુલ 690 કેસ નોંધાયા છે, જેમાં 28 દર્દીના મૃત્યુ થયા છે. જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી સરકારી રેકર્ડ ઉપર નવો કેસ નોંધાયો નથી.

12 કેસમાં 6 દર્દી હોમ આઈસોલેશનમાં, બુધવારે નવા 2 કેસ નોંધાયા
નવસારી જિલ્લામાં કોરોનાના જે હાલ 12 દર્દી સારવાર હેઠળ છે, તેમાં 6 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે અન્ય 6 દર્દી તો હોમ આઈસોલેશનમાં જ છે. અહીં ઉલ્લેખનીય છે કે બુધવારે કોરોનાના 2 કેસ નોંધાયા હતા, જે બંને ગણદેવી તાલુકાના જ હતા. જેમાં એક દેવધા ગામનો અને બીજો બીલીમોરા દેસરાનો હતો. બે કેસ સાથે જિલ્લામાં કુલ કેસ 7170 થઈ ગયા હતા. સારવાર લેતો 1 દર્દી રિકવર થતા કુલ રિકવર સંખ્યા 6967 થઈ ગઈ હતી. અહીં ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં હવે કોરોનાના દર્દીના મૃત્યુમાં પણ નહીંવત વધારો થઇ રહ્યો છે અને કુલ મૃત્યુ આંક 191 જ રહેવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...