તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરફ્યૂનો ભંગ:શહેરમાં કરફ્યૂ હોવા છતાં ઘર બહાર નીકળનારા લોકો સામે જાહેરનામા ભંગના 3776 કેસ દાખલ

નવસારી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 28 એપ્રિલથી 10 જુલાઇ -2021 સુધીમાં કરફ્યૂનો ભંગ કરનારા સામે પોલીસની લાલ આંખસૌથી વધુ ગ્રામ્ય પોલીસ મથકમાં 1789, જલાલપોરમાં સૌથી ઓછા 350 કેસ દાખલ કરવામાં આવ્યા

નવસારી જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં કોરોનાનું સંક્રમણ વધી જતાં 28 એપ્રિલથી રાત્રિ કરફ્યૂની કલેકટર દ્વારા જાહેરાત કરી હતી. 73 દિવસ બાદ કરફ્યૂ હટાવવાની જાહેરાત કલેકટર કાર્યાલયથી કરાઇ હતી. પોલીસે 73 દિવસના કરફયૂ દરમિયાન 3776 કેસો કર્યા હતા. નવસારી જિલ્લામાં પણ કોરોનાની બીજી લહેરને પગલે 73 દિવસ અગાઉ 28 એપ્રિલથી નાઈટ કરફ્યૂનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં કુલ 3776 જેટલા જાહેરનામા ભંગના કેસ નોંધાયા છે, જે પૈકી જિલ્લા પોલીસે નાઈટ કરફ્યૂ દરમિયાન કારણ વગર બહાર આવનાર લોકો પર કરેલા કેસની વિગત જાહેર કરી છે.

જાહેરનામા ભંગના નોંધાયેલાં 3776 જેટલા કેસમાં અલગ-અલગ વિસ્તારોની વાત કરવામાં આવે તો નવસારી ટાઉનમાં 964 જેટલા કેસ રજિસ્ટર થયા છે, નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં સૌથી વધુ 1789 કેસ, જલાલપોર પોલીસ સ્ટેશનમાં સૌથી ઓછા 350 જેટલા કેસ નોંધાયા છે. વિજલપોર પોલીસ સ્ટેશનમાં 673 જેટલા કેસ મળી 4 પોલીસ સ્ટેશનમાં 3776 જેટલા કેસ નોંધાયા છે.

પોલીસે નાઈટ કરફ્યૂના શરૂઆતના પાંચ દિવસ સુધી લોકોને અપીલ કરીને કોઈ કાયદેસર કાર્યવાહી કરી નહતી. કેટલાક તત્વો બિનજરૂરી અને કારણ વગર ઘરની બહાર રખડતા હોય આવા તત્વો સામે વિરુદ્ધ કાર્યવાહી દરમિયાન લોકો સાથે પોલીસકર્મીઓ સાથે ચકમક પણ થઈ હતી.

કરફ્યૂનો સમય ત્રણ વખત બદલાયો
નવસારી શહેરમાં કોરોના કેસ ઘટતા રાજ્ય સરકારે તબક્કાવાર નાઈટ કરફ્યૂમાં ફેરફાર કરવાનો સમય આવ્યો હતો. જેમાં સૌથી વધુ 8 વાગ્યાના સમય બાદ એક કલાકનો ઘટાડો કરીને 9થી 6 વાગ્યાનો સમય રાખ્યો હતો અને ત્યારબાદ કેસ વધુ ઘટતા અંતિમ તબક્કામાં રાત્રિના 10 વાગ્યા સુધી નાઈટ કરફ્યૂ અમલી બનાવવામાં આવ્યો હતો. હાલમાં નવસારી જિલ્લામાં દરરોજ 1થી 2 જેટલા કોરોના કેસ નોંધાય છે.

શુ કાર્યવાહી થઇ શકે
શહેરમાં પોલીસે કરફ્યૂ દરમિયાન જે વ્યક્તિઓએ જાહેરનામાનો ભંગ કર્યો હોય તેવા લોકો સામે પોલીસે કાર્યવાહી કરી છે. તેમના પર પોલીસ સમન્સ આવશે અને તેમનો કેસ લોક અદાલતમાં ચાલશે. કોર્ટ જે પણ દંડ કે કાર્યવાહી કરે તેનું પાલન કરફયૂમાં પોલીસ કેસ થયેલા લોકોએ કરવું પડશે.

અન્ય સમાચારો પણ છે...