તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકા પોલિટિક્સ મહાસંગ્રામ 2021:નવસારી પાલિકામાં 52માંથી કોંગ્રેસના 37 ઉમેદવાર જાહેર, 17 નગરસેવકમાંથી 8 રિપિટ, 9 અંગે સસ્પેન્સ

નવસારી23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નવસારી અને વિજલપોર નગરપાલિકાની ગત ચૂંટણીમાં કોંગ્રેસના 17 ઉમેદવાર જીતીને કાઉન્સિલર બન્યાં હતા
 • વોર્ડ નંબર-12ના 4 ઉમેદવાર સહિત હજુ વિવિધ વોર્ડના 15 કોંગી ઉમેદવાર જાહેર કરવાના બાકી
 • નગરપાલિકાની ગત ચૂંટણી કરતા બેઠકો ઘટવા છતાં મુસ્લિમ સમાજના ત્રણ ઉમેદવારને ટિકિટ ફાળવાઇ

નવસારી-વિજલપોર પાલિકાની 13 વોર્ડની 52 બેઠકો માટે કોંગ્રેસે 37 નામો જાહેર કર્યા હતા.એક યા બીજા કારણે પક્ષ અન્ય 15 ઉમેદવારોના નામ ગુરુવારે જાહેર કર્યા ન હતા. નવસારી-વિજલપોર પાલિકાની ચૂંટણી માટે બુધવારે ભાજપે કુલ 52 બેઠકમાંથી 51 બેઠકના ઉમેદવાર જાહેર કર્યા બાદ ગુરુવારે કોંગ્રેસે 52 બેઠકમાંથી 37 બેઠકના ઉમેદવારોની ઘોષણા કરી હતી. અન્ય 15 બેઠક માટેના ઉમેદવાર એક યા બીજા કારણે જાહેર કર્યા ન હતા. આમ તો મહત્તમ વોર્ડમાં 4 બેઠકોમાંથી બે, ત્રણ યા ચાર ઉમેદવાર જાહેર કર્યા હતા પરંતુ વોર્ડ 12માં એક પણ ઉમેદવાર જાહેર કર્યો ન હતો.બાકી ઉમેદવારોની જાહેરાત સંભવતઃ શુક્રવારે કરે એવી શક્યતા છે.

નવસારી અને વિજલપોર પાલિકાની ગત ટર્મમાં કોંગ્રેસના કુલ 17 કાઉન્સિલરો ચૂંટાયા હતા,જેમાં ગુરુવારે જાહેર થયેલા નામ જોતા 8ને રિપિટ કર્યા છે. હજુ 15ની જાહેરાત બાકી હોય વધુ રિપિટ થવાની શકયતા છે.ગત ટર્મમાં ચૂંટાયેલા કેટલાક કાઉન્સિલરોએ આ વખતે દાવેદારી કરી ન હોવાનું જાણવા મળ્યું છે. જાહેરાત થઈ છે તેમાં 3 મુસ્લિમને પણ ટિકિટ આપી છે.

બે પાલિકાના એકીકરણ બાદ નવસારીના વિપક્ષી નેતાને ફરી ટિકિટ, વિજલપોરના હજુ રાહમાં
ગત ટર્મ નવસારી અને વિજલપોર બન્ને પાલિકામાં કોંગ્રેસ વિપક્ષમાં હતી. આ વખતે નવસારી અને વિજલપોર પાલિકા એક થઇ ગઇ છે. ત્યારે નવસારીમાં વિપક્ષી નેતા અયાઝ શેખ હતા,જેને પુનઃ ટિકિટ અપાઈ છે,જોકે વિજલપોરનાં વિપક્ષી નેતા ગંગાધર શુક્લાનું નામ હજુ જાહેર કરાયુ નથી.

પાલિકાની ચૂંટણીમાં આપ ના ઉમેદવારો પણ..
નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી એ પણ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.તમામ બેઠકો ઉપર ઉમેદવાર ઉતારવાની જાહેરાત પક્ષના અગ્રણી ચંદ્રકાન્ત રાણાએ કરી હતી. ગુરુવારે પક્ષના 7 ઉમેદવારોએ તો ફોર્મ ભરી પણ દીધા હતા. આગામી દિવસોમાં વધુ ઉમેદવારો ફોર્મ ભરશે.

વોર્ડ-13ના ઉમેદવારના નામ મુદ્દે કોંગ્રેસ કાર્યાલયે હોબાળો
કોંગ્રેસ પક્ષે ગુરૂવારે જે નામો જાહેર કર્યા હતા તેમાં વોર્ડ-13મા તમામ 4 ઉમેદવારો જાહેર કર્યા હતા. નામોને લઈ કેટલાક ટિકિટવાંચ્છુકોમાં નારાજગી ફેલાઈ હતી અને તેઓ વિજલપોર સ્થિત ચૂંટણી કાર્યાલયે પહોંચી હોબાળો મચાવી જાહેરમાં નારાજગી વ્યક્ત કરી હતી.

બાકીની 15 ટિકિટ માટે ખેંચતાણ
કોંગ્રેસે 15 ઉમેદવાર જાહેર નથી કર્યા તેનું એક કારણ રાજકીય વ્યૂહ જણાવાય છે,જોકે વોર્ડ 4 સહિત કેટલાક વોર્ડમાં ઉમેદવારના નામને લઈ ખેંચતાણ હોવાનું જાણવા મળ્યું છે.

નવસારી-વિજલપોર પાલિકાના કાેંગ્રેસના ઉમેદવારોની યાદી

વોર્ડ નં. 1
ધારાબેન અમીતભાઈ ધડુક
ચેતનાબેન પિયુષભાઈ પટેલ
જીજ્ઞેશભાઈ ચંપકભાઈ રાઠોડ
ધીરૂભાઈ સવજીભાઈ દેવાણી

વોર્ડ નં. 2
શીતલબેન પરેશકુમાર રાઠોડ
સોનલબેન રાજેશભાઈ સાંગાણી
અર્જુનભાઈ રાઠોડ
અનિલભાઈ બી. પટેલ

વોર્ડ નં. 3
જાહેરાત બાકી
રાધિકાબેન રાઠોડ
રાજનભાઈ જે. જોશી
દિલીપભાઈ શેઠ

વોર્ડ નં. 4
તેજલબેન ટી. રાઠોડ
પ્રભાબેન વલસાડીયા
જાહેરાત બાકી
મોહમદ અયાઝ શેખ (અંજુમભાઈ)

વોર્ડ નં. 5
મનીષાબેન સુરેશભાઈ હળપતિ
પદમાબેન જયંતિભાઈ ગરાસિયા
જાહેરાત બાકી
જાહેરાત બાકી

વોર્ડ નં. 6
હેમાબેન એસ. રાઠોડ
જાહેરાત બાકી
ઈકબાલભાઈ ઉસ્માની
પિયુષભાઈ ડી. ઢીમ્મર

વોર્ડ નં. 7
કરિશ્માબેન મેહુલભાઈ પટેલ
શાહીનબેન એફ. પઠાણ
સતિષભાઈ મોહનભાઈ પટેલ
જાહેરાત બાકી

વોર્ડ નં. 8
જાહેરાત બાકી
મીનાક્ષીબેન એમ. રાઠોડ
રમેશભાઈ ચૂડાસમા
નિલેશભાઈ કે. પટેલ

વોર્ડ નં. 9
ભાવિશાબેન એસ. પટેલ
જાહેરાત બાકી
મનીષભાઈ નાયકા
અનિલભાઈ ગાંગાણી

વોર્ડ નં. 10
પ્રેમિલાબેન મરાઠે
મીનાબેન માંગલે
રમેશભાઈ એસ.જાધવ
જાહેરાત બાકી

વોર્ડ નં. 11
પુષ્પાબેન જી. વરખડે
જાહેરાત બાકી
મનીષભાઈ ભાસ્કર
જાહેરાત બાકી

વોર્ડ નં. 12
તમામ ચાર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે

વોર્ડ નં. 13
ગીતાબેન બી. પટેલ
કાજલબેન પી. રાઠોડ
પ્રમોદભાઈ બી. રાઠોડ
ધવલકીર્તિ વી. દેસાઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો