નવો​​​​​​​ પ્રારંભ:રેમ્પ પર 36 યુવાન-યુવતીએ પોતાનો કસબ દેખાડ્યો

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવસારીમાં માહ્યાવંશી સમાજ સમગ્ર ભારત દ્વારા મિસ્ટર એન્ડ મિસ-2022 ઇવેન્ટ યોજાઇ

નવસારીમાં માહ્યાવંશી સમાજ-સમગ્ર ભારત દ્વારા સમગ્ર સમાજના ઇતિહાસની પ્રથમ બેન્ચમાર્ક કોમ્પિટીશન ઇવેન્ટ મિસ્ટર એન્ડ મિસ માહ્યાવંશી-2022નું આયોજન નવસારીના ધોળાપીપળામાં હરે ક્રિષ્ના બેન્કવેટમાં કરાયું હતું.

સક્ષમ અને સ્પર્ધાત્મક સમાજની રચનાના ઉદ્દેશયને ધ્યાનમાં રાખી સમાજનું યુવાધન સમય સાથે સમાજની પ્રવુતિઓ તરફ પ્રેરિત થઇ પોતાના અસ્તિત્વ એવા માહ્યાવંશી સમાજ માટે ગર્વ અનુભવે,સમાજ સંગઠીત થાય એ હેતુથી આ કોમ્પિટિશન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમગ્ર સમાજના મુંબઈ, વલસાડ, નવસારી, બારડોલી, સુરત, અંકલેશ્વર, ભરૂચના કુલ 18 છોકરા અને 18 છોકરીએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ઇવેન્ટના દરેક સ્પોન્સરો, વોલિન્ટીયર્સ, દર્શકો, પાર્ટીસિપન્ટ, શુભેચ્છકોનો આયોજકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી ઇવેન્ટનો આનંદ માણ્યો હતો.

ઈવેન્ટમાં વિજેતા-રનર્સઅપની યાદી
બોયઝની ઇવેન્ટમાં પ્રથમ રિશી સુરતી (વલસાડ) વિજેતા બન્યા હતા. જ્યારે ફર્સ્ટ રનર્સઅપ શુભમ માહ્યાવંશી (પરથાણ) અને સેકન્ડ રનર્સઅપ મયુર રાઠોડ (અમલસાડ) જ્યારે ગર્લ્સની ઈવેન્ટમાં પ્રથમ વિજેતા મોહિની પરમાર (બારડોલી) જ્યારે ફર્સ્ટ રનર્સઅપ યુક્તા પરમાર (નવસારી) અને સેકન્ડ રનર્સઅપ રિયા સુરતી (સુરત) રહ્યાં હતા.

યુવા પેઢીને પ્લેટફોર્મ આપવાનો પ્રયાસ
નવસારીમા માહ્યાવંશી સમાજના દીકરા દીકરીને પ્લેટફોર્મ મળે અને તેઓ આગળ વધી શકે તેવા ઉદ્દેશ સાથે આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જીરલભાઈ પટેલ, જયનેશભાઈ ભગત, વિપુલભાઇ ચૌહાણ સહિત કેટલાય મિત્રોએ આ ઈવેન્ટને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. આગામી દિવસોમાં પણ આવી ઇવેન્ટ મોટી કક્ષાએ યોજાય તેવુ આયોજન કરાશે. - નિતીન ચૌહાણ, ઇવેન્ટ આયોજક

અન્ય સમાચારો પણ છે...