તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાહસિકોને તક:કૃષિમાં નવીનતા અને ઉદ્યોગ સાહસિકતા માટેના ઓનલાઈન વર્કશોપમાં 350 સહભાગીઓ જોડાયા

નવસારી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુનિ.સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ સેલ અને NAHEP-CAAST કૃષિ યુનિ.માં યોજાયો

નવસારી કૃષિ યુનિવર્સિટીમાં NAHEP-CAAST પેટા પ્રોજેક્ટના સહયોગથી યુનિવર્સિટી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ સેલ દ્વારા કૃષિમાં નવીનતા અને ઉદ્યોગ સાહસિકતા માટેની તકો વિષય ઉપર એક દિવસીય ઓનલાઇન સેન્સીટાયઝેશન વર્કશોપમાં દેશભરના કૃષિ ક્ષેત્રના પી.જી. સ્કોલર્સ વિદ્યાર્થીઓ અને અધ્યાપકો મળી 350 સહભાગીઓએ ભાગ લીધો હતો.

નવસારી કૃષિ યુનિવર્સિટીના વેબિનારના અધ્યક્ષસ્થાને નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. ઝેડ.પી.પટેલે જણાવ્યું હતું કે, વૈશ્વિકરણ અને ડિજીટલ પ્રગતિના આ યુગમાં કૃષિ ક્ષેત્રમાં નવીનતા લાવવા માટે ઉદ્યમીઓને પ્રોત્સાહન આપવું જોઈએ. આજના આ યુગમાં કૃષિ-એન્ટરપ્રિન્યુઅરશીપના વિકાસ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નોંધપાત્ર સુધારણા, મૈત્રીપૂર્ણ વ્યવસાય વાતાવરણ અને ધિરાણની સરળ ઉપલબ્ધતા મહત્ત્વપૂર્ણ છે.

પીજીએસ સંશોધન નિયાક અને ડીન ડો. એસ. આર. ચૌધરીએ અભિપ્રાય આપ્યો હતો કે કૃષિ ક્ષેત્રમાં ઉદ્યોગ સાહસિકતા વિકાસ દ્વારા ખેડૂતોની નવીન તકો શોધવાની ક્ષમતામાં વધારો કરવો જોઈએ. આ વર્કશોપના અતિથિ વક્તા તરીકે હૈદરાબાદના ફેકલ્ટી, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચરલ એક્સ્ટેન્શન મેનેજમેન્ટના ડો. સાગર એસ. દેશમુખ, અમદાવાદ રાઇઝ હાઇડ્રોપોનિક્સના સહ સ્થાપક વિવેક શુક્લા અને હૈદરાબાદના હેલ્થ સૂત્રના સ્થાપક અને સીઈઓ સાંઇ કૃષ્ણ પોપરી હાજર રહ્યાં હતા. ડો. રુચિરા શુક્લાએ નિષ્ણાંતોનો પરિચય કરાવ્યો હતો.

ડો. સાગરે ભારતીય કૃષિ ક્ષેત્રની તકો, ભારતીય કૃષિ ક્ષેત્રમાં કાર્યરત સંગઠનોના સ્વરૂપો અને સંશાધનોના વિકાસ માટે રાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા પૂરા પાડવામાં આવેલા સહાયક પગલાં વિશે મહત્ત્વની સમજ આપી હતી. તદુપરાંત, વિવેકે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારોમાં આવતા પડકારોની ચર્ચા કરી અને યોગ્ય બજાર સંશોધન અને વિશ્લેષણ સાથે સાહસપૂર્ણ રીતે કૃષિક્ષેત્રે નવીનતમ તકો મેળવવા અને વિદ્યાર્થીઓને કૃષિમાં ઉદ્યોગ સાહસિકતાના વિકાસ પર ભાર મૂકવાની પ્રેરણા આપી હતી. સાંઇ કૃષ્ણ પોપરીએ સ્થાનિક ઉદ્યોગની જરૂરિયાત અને પ્રાપ્યતા પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ખાદ્ય ઉદ્યોગમાં સફળ થવા માટે ગ્રાહકોની જરૂરિયાતના રૂપમાં સરળ ઉત્પાદનો અને સુવિધા પર ધ્યાન કેન્દ્રિત કરવાના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...