તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે કોરોના ગામ ભણી:વાંસદામાં એક જ દિવસમાં 32 કેસ

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
કોરોના સંક્રમણ વધતા લોકો મોટી સંખ્યામાં કોવીડ ટેસ્ટ કરાવી રહ્યા છે. - Divya Bhaskar
કોરોના સંક્રમણ વધતા લોકો મોટી સંખ્યામાં કોવીડ ટેસ્ટ કરાવી રહ્યા છે.
 • નવસારી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, ગ્રામ્ય વિસ્તારોમાં સ્વૈચ્છિક લોકડાઉન લાવવાની લોકોને ફરજ પડી
 • જિલ્લામાં કુલ કેસ 41, છેલ્લા 10 દિવસમાં 203 પોઝિટિવ નોંધાયા, શહેરમાં શનિવારે કોરોનાનો એકપણ કેસ ન નોંધાતા આંશિક રાહત

નવસારી જિલ્લામાં કોરોનાના કાળમા પ્રથમવાર 41 કેસ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે.જ્યારે છેલ્લા 10 દિવસમાં 203 કેસ પોઝિટિવ નોંધાયા હતા. શનિવારે 19ને રજા આપવામાં આવી હતી, જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 177 ઉર પહોંચી ગઇ હતી. શનિવારે નોંધાયેલા કેસમાં સૌથી વધુ વાંસદામાં 32, ગણદેવીમાં 5, ચીખલી 3 અને ખેરગામમાં 1 હતો.

શનિવારે નોંધાયેલા 41 કેસ સાથે પોઝિટિવ કેસનો કુલ આંક 1912 થઈ છે. એક્ટિવ કેસની સંખ્યા 177 થઈ છે. જ્યારે 19 દર્દી રિકવર થતા કુલ રિકવર દર્દીનો આંક 1633 થયો હતો. નવસારી જિલ્લામાં છેલ્લાં 10 દિવસમાં કોરોનાના 203 કેસ નોંધાયા હોવાની માહિતી મળી છે. નવસારીમાં સરકારી આંક મુજબ કોરોનાથી હમણાં સુધીમાં 102 મૃત્યુ નોંધાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલની સંખ્યા વધારી 2597 કરી છે. હમણાં સુધીમાં આરોગ્ય વિભાગ દ્વારા 181307 સેમ્પલ લેવાયા છે, જેમાંથી સેમ્પલ 177762 નેગેટિવ આવ્યા હતા. નવસારી શહેરમાં શનિવારે કોરોનાનો એકપણ કેસ ન નોંધાતા આશ્ચર્ય સર્જાયું હતું. જોકે, લોકો માટે આ રાહતના સમાચાર છે. ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પ્રસરતા તંત્રની ચિંતામાં વધારો થવા પામ્યો છે.

નવસારીમાં સિવિલ સર્જન બદલાયા
નવસારી સિવિલ હોસ્પિટલમાં ઘણા વર્ષથી સિવિલ સર્જન તરીકે સેવા આપતા ડો. અશ્વિન પરમારની જગ્યાએ હવે સિવિલ સર્જનનો ચાર્જ ડો. કિરણભાઇ શાહને નવસારી જિલ્લા કલેકટરની સૂચનાથી અપાયો છે. હોસ્પિટલમાં ફિજીશિયનની તાતી જરૂરિયાત જણાતા આ નિર્ણય લેવાયો હતો.

વિવિધ હોસ્પિટલમાં કોરોના શંકાસ્પદ કેસોમાં 11ના મોત
નવસારી આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસોમાં કોઈનું મોત નહીં થયાનું જણાવાયું છે પરંતુ શંકાસ્પદ કોરોનાથી 11 લોકોના શનિવારે મોત થયાની સૂત્રો દ્વારા જણાવાયું છે. જેમાં વિવિધ હોસ્પિટલમાં સિવિલ હોસ્પિટલમાં 5,શ્રધ્ધા હોસ્પિટલમાં 1,ગોહીલ હોસ્પિટલમાં 1,ઓરેન્જ હોસ્પિટલમાં 2,યશફીન હોસ્પિટલમાં 1 અને મુલ્લા હોસ્પિટલમાં 1 દર્દીનું મોત નિપજયું હોવાની માહિતી સાંપડી છે. જોકે, તંત્ર તરફથી આ બાબતે હજુ સુધી ચોક્કસ આંકડો જાહેર કરાયો નથી. અત્યાર સુધીમાં નવસારી જિલ્લા વહીવટી તંત્રના ચોપડે મૃત્યુ આંક 102 જ રહ્યો છે.

હવે વાંસદામાં પણ રવિ-સોમ સ્વૈચ્છિક લોકડાઉન કરાશે
વાંસદા તાલુકામાં એક જ દિવસમાં 32 પોઝિટિવ કેસ નોંધાતા વહીવટીતંત્રમાં દોડધામ વધી ગઈ હતી. બીજી બાજુ વધતા જતા સંક્રમણને લઈ વાંસદા, હનુમાનબારી, રાણી ફળિયા ગ્રામપંચાયત વિસ્તારમાં આવતા તમામ દુકાનદારોએ નવા ચૂંટાયેલા જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા શિવેન્દ્રસિંહ સોલંકીના પ્રયાસથી રવિવાર અને સોમવાર સ્વૈચ્છિક લોકડાઉન કરવાની અપીલને સમર્થન આપી બે દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 11મી એપ્રિલથી 10 દિવસ માટે સવારે 8 કલાકથી 4 કલાક સુધી દુકાનો ચાલુ રાખવાનું નિર્ણય લેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, વાંસદામાં એક જ દિવસમાં કોરોનાના 32 કેસ નોંધાતા સ્વૈચ્છિક લોકડાઉન કરવાની અપીલ કરવામાં આવી છે.

હળપતિ સમાજ સેવા મંડળના પ્રમુખનું શંકાસ્પદ કોરોનાથી નિધન
નવસારી જિલ્લામાં હળપતિ સમાજના આગેવાન અને નવસારી હળપતિ સમાજ સેવા મંડળના પ્રમુખ કિશોરભાઈ રાઠોડ પણ છેલ્લા 7 દિવસથી શંકાસ્પદ કોરોના સંક્રમિત થયા હોવાનું અને તેમની સારવાર ચાલતી હતી. જેમનું શનિવારે સવારે મૃત્યુ થયું હતું. કિશોરભાઈ રાઠોડ મિલનસાર અને હળપતિ સમાજના અગ્રણી હોય શનિવારે સમાજના અગ્રણીઓ અને સ્વજનોની હાજરીમાં વિરાવળમાં અંતિમક્રિયા કરવામાં આવી હતી.

કોરોનાના કેસ વધતા આરોગ્ય કર્મચારીઓની રજા પર બ્રેક લાગી
​​​​​​​વાંસદા તાલુકા કચેરીએ તત્કાળ નવસારી જિલ્લાના આરોગ્ય અધિકારીઓ અને તાલુકાનાં તમામ PHCના મેડિકલ ઓફિસરોને વાંસદા કચેરીએ જાણ કરી પ્રાંત અધિકારી અને નવસારી આરોગ્ય ઓફિસરની હાજરીમાં મિટીંગ યોજાઈ હતી. આ મિટીંગનો મુખ્ય હેતુ કોવિડ-19ના તાલુકા મથકે કેસો વધવાને લઈ તમામ ગાઈડલાઈન સ્થાનિક અધિકારીનો સહકાર લેવાનો હતો. રેવન્યુ ડિપાર્ટમેન્ટ, પોલીસતંત્ર અને આરોગ્ય ખાતાંના કર્મચારીને તમામ સૂચનાનો કડક અમલ કરવા, ગામની અંદર અન્ય રાજયમાંથી આવતાં બહારગામ નોકરી ધંધા અર્થે ગયેલા અને પોતાના વતન આવેલા હોય તેવા લોકોને ગામના નાગરિકને સરપંચ થકી આરોગ્યને જાણ કરાય, સુરતથી મહારાષ્ટ્રમાં અવરજવર તથા મહારાષ્ટ્ર બોર્ડરને લાગતા જિલ્લા તાલુકાના બોર્ડર વિસ્તારમાં કંટ્રોલ કરવાની અત્યંત જરુર છે, હાલમાં આરોગ્ય ખાતાના કર્મચારીએ રજાની માંગણી કરવી નહીં તેવું જિલ્લા આરોગ્ય અધિકારીએ સૂચના આપી હતી.

સેમ્પલનું પરોપર પેકીંગ બરાબર થવું જોઈએ, તમામ PHC સેન્ટરો પર સોશિયલ ડિસ્ટન્સનુ પુરેપુરુ પાલન થાય તેની તકેદારી રાખવી, પરિવારમાંથી એક જ વ્યક્તિનું RTPCR ચેક કરવામાં આવે જેથી સંક્રમણ અટકાવી શકાય તેમ છે, તમામ ગામડામાં હાટ બજારો મોકુફ રાખવા તાકીદ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો