તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વેક્સિનેશન:જિલ્લામાં 3137 ફ્રન્ટલાઈન વર્કરોએ કોવિડ વેક્સિન લીધી

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હાલ સરકારી કર્મચારીનેે વેક્સિન અપાઇ રહીં છે
 • ફ્રન્ટલાઇન વર્કરાેનું 65 ટકા વેક્સિનેશન પૂર્ણ થયું

નવસારી જિલ્લામાં કુલ 4855માંથી 3137 ફ્રન્ટલાઈન વર્કરોએ કોવિડ વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. હાલ સરકારી કર્મચારીઆનેે વેક્સિન અપાઇ રહીં છે. જેમાં ફ્રન્ટલાઇન વર્કરાેનું 65 ટકા વેક્સિનેશન પૂર્ણ થઇ ગયું છે. નવસારી જિલ્લામાં પણ હેલ્થ વર્કર બાદ કોવિડના ફ્રન્ટલાઈન વર્કરોને 31મી જાન્યુઆરીથી વેક્સિન આપવાની શરૂઆત કરાઈ છે.

ફ્રન્ટલાઈન વર્કરોમાં પોલીસ, હોમગાર્ડ, રેવન્યુ અને પંચાયત કર્મચારીઓ, નગરપાલિકા કર્મચારીઓનો સમાવેશ થાય છે. જિલ્લામાં આવા ફ્રન્ટલાઈન વર્કરો લાભાર્થી 4855 છે,જેમાંથી બુધવાર સુધીમાં 3137 વર્કરોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ લીધો છે.વિભાગવાર જોઈએ તો 1909 પોલીસ, 341 હોમગાર્ડ, રેવન્યુ કર્મી 365, પંચાયત વિભાગના 75 અને 447 નગરપાલિકા કર્મીઓનો સમાવેશ થાય છે.

હાલ સુધીમાં જિલ્લામાં ફ્રન્ટલાઈન વર્કરોનું 65 ટકા વેક્સિનેશન થઈ ગયું છે.અત્રે ઉલ્લેખનીય છે કે, નવસારીમાં 4855માંથી 3137 ફ્રન્ટલાઇન વર્કરે વેક્સિન લઇ લીધી છે. પરંતુ એકને પણ કોઇ આડઅસર થઇ નથી. જેથી અન્ય કર્મચારીઓમાં પણ વેક્સિન લેવા જાગૃતિ આવી છે.

આજથી શિક્ષકોને વેક્સિન અપાશે
આમ તો આજદિન સુધી જે ફ્રન્ટલાઈન વર્કરોને વેક્સિન અપાઈ છે તેમાં શિક્ષકો ન હતા પરંતુ 4 જાન્યુઆરીને ગુરુવારે થનારા વેક્સિનેશનમાં શિક્ષકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જિલ્લાના કુલ 10 સેન્ટર પર વેક્સિનેશન કરાશે. અગાઉ શિક્ષકોના વેક્સિનેશનનો ગુરુવારનો કાર્યક્રમ નક્કી ન હતો,અચાનક જ નિર્ધારિત થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો