ગ્રામ પંચાયત:નવાસારી જિલ્લામાં 310 ગ્રા. પં.ની 19 ડિસેમ્બરે ચૂંટણી

નવસારી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 310 સરપંચની બેઠકો ઉપરાંત પંચાયતના 2708 વોર્ડ સભ્યો માટે મતદાન

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યભરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત કરી છે. આગામી 19 િડસેમ્બરના રોજ ચૂંટણી જાહેર કરાતાં નવસારી િજલ્લામાં પણ 310 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં અંદાજીત 677483 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

જિલ્લામાં ડિસેમ્બર 2016માં યોજાયેલ ગ્રામ પંચાયતોની ચૂંટણીની મુદત હવે પૂર્ણ થવા જઈ રહી છે જેને લઈને ચૂંટણી વિભાગે આગામી ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે ચૂંટણી વિભાગે વિધિવત ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરતા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. આગામી 19 િડસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. સમગ્ર રાજ્યમાં હજારો ગ્રામ પંચાયતોની ચૂંટણી ડિસેમ્બરમાં થશે, જેમાં અહીંના નવસારી જિલ્લાની 310 ગ્રામ પંચાયતો પણ સમાવેશ થાય છે. આ 310 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં જિલ્લાના 677483 મતદારો ભાગ લેશે. આ ચૂંટણીમાં જિલ્લાના કુલ 861 મતદાન મથકો (બુથ) ઉપર મતદાન થશે. અહીં ઉલ્લેખનીય છે કે ગ્રામ પંચાયતોમાં સરપંચ ઉપરાંત વોર્ડ સભ્યોની ચૂંટણી માટે પણ મતદાન થશે.જિલ્લામાં 310 સરપંચની બેઠકો ઉપરાંત 2708 વોર્ડ સભ્યોની બેઠકો માટે પણ મતદાન થશે. ચૂંટણીની જાહેરાત થતાં જ રાજકીય ગરમાટો આવી ગયો છે. રાજકીય પક્ષોએ પણ તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

તા.19મીએ મતદાન અને 21મીએ મત ગણતરી
નવસારી િજલ્લામાં યોજાનાર ચૂંટણીની વાત કરીએ તો રાજ્યભરમાં જે રીતે ચૂંટણી આયોગે કાર્યક્રમ આપ્યો છે એ આધારે ચૂંટણી થશે. સોમવારે ચૂંટણી કાર્યક્રમ જાહેર થયા બાદ આગામી 29 નવેમ્બરના રોજ જાહેરનામું પ્રસિધ્ધ કરાશે. ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તા.4 િડસેમ્બર 2021 રાખવામાં આવી છે. જ્યારે ઉમેદવારી પત્રો ચકાસણી કરવાની તા.6 િડસેમ્બર રાખવામાં આવી છે. 7 િડસેમ્બરે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ રહેશે. જ્યારે 19 મી િડસેમ્બરને રવિવારના રોજ સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. આ ઉપરાંત જરૂર જણાય તો પુનઃ મતદાનની તારીખ 20 િડસેમ્બર ફાળવાઇ છે. 21 મીએ મતગણતરી થશે. 24 મીએ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે.

અન્ય સમાચારો પણ છે...