તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીથી વંચિત:સત્યમનગર સોસાયટીમાં વીજ કનેક્શન કપાતા 3 સોસા. 3 દિવસથી પાણીથી વંચિત

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કબીલપોર પંચાયત જે બીલ ભરતી તે પાલિકામાં સમાવેશ બાદ બંધ

નવસારી-વિજલપોર નગરપાલિકામાં સમાવિષ્ટ ગામોમાં અગાઉના સમયમાં ગ્રામ પંચાયત દ્વારા જે-તે સોસાયટીમાં બનાવેલા પાણીના બોરનું વીજબીલ ગ્રામ પંચાયત ભરતી હતી. પાલિકામાં સમાવેશ બાદ વીજ કંપનીઓ દ્વારા આ સોસાયટીના પ્રમુખને વીજ બીલ ભરવાની નોટિસ આપી હતી ત્યારે પાલિકામાં વાત કરી બીલ બાબતે યોગ્ય કરીશુ તેવો લોલીપોપ અપાયો હતો. ઘણો વખત થઈ જતા બીલ નહીં ભરતી સોસાયટીના કનેક્શન કાપવાની DGVCL દ્વારા શરૂઆત કરાઈ છે. જેમાં કબીલપોરની સત્યમનગર સોસાયટી પાસે આવેલા બોરનું વીજબીલ નહીં ભરતા વીજ કંપનીએ પાવર કટ કરી દેતા 3 સોસાયટીમાં 3 દિવસથી પાણી આવ્યું ન હતું. લોકોએ અગ્રણીઓને વાત કરતા ફાયરબ્રિગેડના બંબાઓ દ્વારા શુક્રવારે પાણી વિતરણ કરાયું હતું.

નવસારી-વિજલપોર પાલિકામાં સમાવિષ્ટ ગામોના વિકાસ માટે પાલિકાએ જવાબદારી લીધી હતી. જેમાં જે-તે વખતે ગામોની સોસાયટીમાં સરકારી બોર બનાવીને તેનું બિલ પણ ગ્રામ પંચાયત ચૂકવતી હતી. કબીલપોરની ઘણી સોસાયટીમાં પણ આ બાબતે નગરપાલિકામાં સમાવિષ્ટ થયા બાદ વીજબીલ ભરવા વીજ કંપનીએ નોટિસ આપી હતી અને તાકીદે નાણાં ભરવા જણાવ્યું હતું. ઘણી સોસાયટીઓએ હજુ પણ નાણાં નહીં ભરતા વીજ કંપનીએ પાવર કટ કરી દેવાની કામગીરી શરૂ કરી દીધી હતી.

જેમાં કબીલપોરના સત્યમનગરમાં આવેલા બોરનું પાણી 3 જેટલી સોસાયટીમાં પાણી વિતરણ થતું હતું, તેનું બીલ નહીં ભરવાને કારણે વીજ જોડાણ કાપી નાંખવામાં આવતા 3 દિવસથી આ વિસ્તારના લોકો પાણી નહીં મળવાથી હેરાન થતા હતા. જોકે આ બાબતે કોઈએ પગલાં નહીં લેતા સ્થાનિક અગ્રણીઓ નવસારી પાલિકામાં જાણ કરતા ફાયર બ્રિગેડના બંબાઓ દ્વારા પાણી વિતરણ કરાયું હતું.

સમસ્યાનું સમાધાન થઇ જશે
કબીલપોરમાં પાણીની સમસ્યાના નિરાકરણ બાબતે નગરપાલિકા અને જીઈબીમાં વાત થઈ છે. પાણીનું બીલ બાબતે યોગ્ય અધિકારીઓને જાણ કરી સમસ્યાનું સમાધાન કરી દઈશું. > લોકેશ આહીર, નગરસેવક

અન્ય સમાચારો પણ છે...