આઈજી સ્ક્વોર્ડની આકસ્મિક તપાસ:નવસારીની સબજેલમાંથી સીમ વગરના 3 મોબાઇલ મળી આવ્યા

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આઈજી સ્ક્વોર્ડની આકસ્મિક તપાસમાં બહાર આવ્યું

નવસારીમાં આવેલ સબજેલમાં આઈજીની સ્પેશ્યલ સ્ક્વોર્ડ દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવતા બેરેકમાં છૂપાવેલ સીમકાર્ડ વગરના 3 મોબાઈલ મળી આવ્યા હોવાની માહિતી પોલીસ મથકેથી મળી છે. નવસારીની સબજેલમાં આઈજી ગુજરાતની સ્પેશ્યલ સ્કવોર્ડના દેવશીભાઇ રણમલભાઇ કરંગીયાએ ટાઉન પોલીસ મથકે ફરિયાદ આપતા જણાવ્યું કે સ્ટેટ આઈજીની રેડીંગ ટીમ દ્વારા નવસારી સબજેલમાં શનિવારે સાંજે તપાસ કરવામાં આવી હતી.

જેમાં દરેક બેરેકમાં તપાસ કરવામાં આવી હતી પણ કઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી પરંતુ બેરેક-5ની પાછળ આવેલ ગટરની કુંડીમાંથી પ્લાસ્ટિકની કોથળીમાં છૂપાવી રાખેલા 3 સીમકાર્ડ વગરના મોબાઈલ મળી આવ્યા હતા. આ બાબતે ટાઉન પોલીસ મથકે ફરિયાદ આપતા વધુ તપાસ પીએસઆઈ એચ.એસ.ભુવા કરી રહ્યા છે. નવસારીની સબજેલમાં પ્રથમવાર મોબાઈલ મળવાની ઘટનાને પગલે અધિકારીઓમાં પણ આશ્ચર્યની લાગણી અનુભવી હતી.

મોબાઇલ પ્લાસ્ટીકની કોથળીમાં મુકી ગટરની કુંડીમાં લટકાવાયા હતા
કેદીઓ દ્વારા મોબાઈલને પ્લાસ્ટિકની કોથળીમાં બાંધીને ગટરની કુંડીમાં નાંખવામાં આવ્યા હતા અને તેને દોરી વડે બાંધીને દોરી એક ચંપલના ટુકડા વડે બાંધવામાં આવી હતી. જે પ્રથમ નજરે દેખાય નહીં. આ મોબાઈલ જેલમાં કોણ લાવ્યું અને તેનો ઉપયોગ કોણ કરતું હતું તે બાબતે મોબાઈલના ડેટા માટે તપાસમાં મોકલાયા છે. > એચ.એસ.ભુવા, પીએસઆઈ, નવસારી ટાઉન

અન્ય સમાચારો પણ છે...