તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાના વળતા પાણી:નવસારીમાં 3 દર્દી રિકવર હવે એક્ટિવ કેસ માત્ર 2 જ

નવસારી20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શનિવારે નવો કેસ ન નોંધાતા રાહત
 • કુલ કેસ 1564, કુલ રિકવર સંખ્યા 1460

શનિવારે વધુ 3 દર્દી રિકવર થઈ નવો કોરોનાનો કેસ પણ નહીં નોંધાતા હવે નવસારી જિલ્લામાં એક્ટિવ કેસ માત્ર 2 જ રહ્યા છે. વાંસદા તાલુકાના સિણધઇ ગામે 3 જણા કોરોના પોઝિટિવ આવ્યા હતા અને હોમ આઇસોલેશનમાં હતા, જેઓ શનિવારે રિકવર થયા હતા.જેની સાથે કુલ રિકવર સંખ્યા 1460 થઈ હતી. અહીં ઉલ્લેખનીય છે કે શુક્રવારે કોરોનાની ચકાસણી અર્થે 350 સેમ્પલ લેવામાં આવ્યા હતા,જેનો શનિવારે આવેલ રિપોર્ટમાં એક પણ પોઝિટિવ કેસ બહાર આવ્યો ન હતો અને જિલ્લામાં કુલ કેસની સંખ્યા 1564 જ રહી હતી.

હવે એક્ટિવ કેસ પણ માત્ર 2 જ રહ્યા છે,જેમાં લિમઝર અને રાનકુવાના દર્દી સારવાર હેઠળ છે અને બંને જણા હોમ આઇસોલેશનમાં જ છે. શુક્રવારે 5 એક્ટિવ કેસો હતા તેમાં 3 એક્ટિવ કેસ ઘટ્યા છે. જિલ્લામાં ઘણા દિવસોથી કોઈ પણ કોરોનાના દર્દીનું સરકારી ચોપડે મૃત્યુ નોંધાયું નથી અને કુલ મૃત્યુઆંક 102 જ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો