તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવસારી જિલ્લામાં તાજેતરમાં હાઇવે પર જમવા ગયેલા લોકોની કારના કાચ ગિલોલ વડે તોડી કારમાં મુકેલા કિંમતી સાધનો ચોરતી ગિલોલ ગેંગના ત્રણ સાગરીતોને ઝડપવામાં એલસીબીને સફળતા મળી હતી. નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય દ્વારા નેશનલ હાઇવે પર આવેલ હોટલ/ઢાબાઓના પાર્કિંગમાં પાર્ક કરેલ ફોર વ્હિલ વાહનોના કાચ તોડી કિંમતી સરસામાન તથા રોકડ રકમની ચોરી કરતી સક્રિય થયેલી ગેંગને ઝડપી પાડવા માર્ગદર્શન આપ્યું હતું. જેને પગલે એલસીબી પીઆઈ વી.એસ.પલાસે એલસીબી ટીમને સૂચના આપી હતી.
રવિવારે હાઈવે નં. 48 પર પેટ્રોલિંગ કરતા હેકો જયેશભાઇ ગોવિંદભાઈ અને હેકો મિલનભાઇ મનસુખભાઇને બાતમી મળી હતી. બાતમીના આધારે ટાંકલ રેટકુવા ત્રણ રસ્તા પાસે રોડ પર વોચ ગોઠવી હતી ત્યારે કાર (નં. GJ-16-A-4826) આવતા તેને રોકી હતી. પોલીસે કારમાં તપાસ કરતા મોબાઈલ, મોંઘા કેમેરા હોય તે બાબતે યુવાનોની પૂછપરછ કરી હતી
પરંતુ તેઓ જવાબ આપી નહીં શકતા પોલીસે એહમદઅલી ઉર્ફે શાહરૂખ શૌકતઅલી પઠાણ (ઉ.વ. 42, રહે. રાહડપૌર, આશીયાના પાર્ક સોસાયટી,ભરૂચ), સિધીક શબ્બીરભાઈ દિવાન (ઉ.વ.25, હાલ રહે. શેરપુરા, નવીનગરી, તા.જિ.ભરૂચ, મૂળ રહે. અશાગામ, નિશાળ ફળિયા, તા.ઝઘડીયા, જિ.ભરૂચ), તનવીર અબ્બાસભાઈ વાઘેલા (ઉ.વ. 23, રહે. રાહડપૌર, આઝમનગર સોસાયટી, ભરૂચ)ની અટક કરી હતી. પોલીસે લાલ આંખ કરતા તેઓએ ચીખલીમાં 3, પારડી, ડુંગરી, વલસાડમાં એક-એક અને કોસંબામાં 1 કારમાં ગિલોલ મારી કાચ તોડી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.