ધરપકડ:ચોરી કરવા આવેલા ચીકલીગર ગેંગના 3 ઝડપાયા

નવસારી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાંચ હાટડીમાં બંધ ઘરને નિશાન બનાવી પરત થઇ રહ્યા હતા ત્યારે પોલીસે પકડ્યા, 3 દિવસના રિમાન્ડ

નવસારીમાં રહેતા ધર્મેન્દ્ર સુરેશચંદ્ર ગાંધીએ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કે તેમનું જૂનું ઘર પાંચહાટડીમાં પંચમુખી એપાર્ટમેન્ટમાં આવેલું હતું. તેને 2017માં તેમના જ સંબંધી અને હાલ વિદેશ રહેતા જગદીશ ગાંધીને વેચી કાઢ્યું હતું. તેઓ વર્ષમાં એકવાર ભારત આવી અહીં રોકાતા હતા. તેમના બંધ ઘરનું તાળું તોડીને તસ્કરોએ પ્રવેશ કરી ઘરનો સામાન અસ્તવ્યસ્ત કરી દીધો હતો. આ બાબતે કોઈએ તેમને જાણ કરતા ઘટનાસ્થળે આવ્યા હતા અને તેમણે વિદેશ રહેતા જગદીશભાઈને જાણ કરતા કિંમતી સામાન નહીં હોવાનું જણાવ્યું હતું.

આ ચોરી કરી એક બાઈક પર 3 લોકો જતા હતા. રાત્રિના સમયે પીએસઆઇ પી.એસ.ભુવા, અર્જુનભાઇ, કિરીટભાઈ, વિજયભાઈ અને પરેશ બાવિસ્કર, કલ્પેશ વૈરાગી પાંચ હાટડી લાયબ્રેરી રોડ પર પેટ્રોલિંગમાં હતા ત્યારે મળેલ બાતમીવાળા યુવકો બાઈક (નં. GJ-19-BD-0962) પસાર થતા હોય તેમને અટકાવી પૂછપરછ કરી તપાસ કરતા ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો મળી આવ્યા હતા. તેઓએ ચોરી કરી હોવાનું જણાવતા પોલીસે તેઓની અટક કરી હતી. પોલીસે સાંજે કોર્ટમાં રજૂ કરતા ચીકલીગર ગેંગ 3 આરોપીને 4 ઓકટોબર સોમવારે સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ આપ્યા હતા.

ઝડપાયેલા આરોપીઓ
પ્રદિપસિંગ જોગીન્દરસિંગ બાવરી (ચીકલીકર) (રહે.બારડોલી, જુની કોર્ટ સામે તલાવડી ખાડામાં, તા. બારડોલી), નેનસિંગ જસપાલસિંગ ટાંક, દેવસિંગ પ્રતાપસિંગ ટાંક (બંને રહે. રાજપીપળા ચોકડી, શાંતિનગર-2, અંકલેશ્વર, જિ. ભરૂચ)

પોલીસે આરોપી પાસે કબજે કરેેલા સાધનો
ચાર નાના-મોટા ડીશમીશ, બે પોપટ પાના, બે નાની બેટરી, તૂટેલી કાતરનુ એક પાંખીયુ, એક હીટલર કંપની સ્ટીલનુ તાળુ, ત્રણ મોટી કાળા કલરની ટોપી, ત્રણ ચટાપટાવાળી બુકાની સાથે પકડી પાડયા હતા.

નવસારીના કુંભારવાડ વિસ્તારમાંથી 1 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા
પોકેટ કોપ મોબાઇલ ઇ-ગુજકોપ તેમજ CCTV કેમેરા તથા કમાન્ડ કન્ટ્રોલના કેમેરા આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પકડાયેલા ચીકલીગર ગેંગના 3 પૈકી મુખ્ય આરોપી પરમસિંગ બારડોલીમાં 2 અને અંકલેશ્વરમાં 1 ગુનામાં પકડાઇ ચૂક્યો છે. નવસારીમાં 9મી સપ્ટેમ્બરે આ ગેંગે જ કુંભારવાડમાં 1 લાખની ચોરીને અંજામ આપ્યો હતો. રિમાન્ડ દરમિયાન હજુ 3થી વધુ ગુનાં ઉકેલાશે. તપાસ ચાલુ છે. - એચ.એસ.ભુવા, પીએસઆઈ, નવસારી ટાઉન

અન્ય સમાચારો પણ છે...