નવસારી જિલ્લામાં બુધવારે યુકેથી કરાડી આવેલ મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સારવાર લઈ રહેલ 2 એનઆરઆઈ રિકવર પણ થઈ ગયા હતા. છેલ્લા છ દિવસમાં 3 એનઆરઆઇના કોવિડ રિપોર્ટ પોિઝટિવ આવ્યા છે.
યુકેથી 30મી એપ્રિલના રોજ જલાલપોર તાલુકાના કરાડી ગામે 64 વર્ષીય મહિલા આવી હતી. જેમણે તાવ આવતા એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. તેમનો કોવિડ ટેસ્ટ કરવામાં આવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. વધુ 1 કેસ સાથે જિલ્લામાં કુલ કેસની સંખ્યા 11930 થઈ હતી. અહીં ઉલ્લેખનિય છે કે જિલ્લામાં છેલ્લા 6 દિવસમાં જ આની સાથે કુલ 3 એનઆરઆઈ કોવિડ પોઝિટિવ આવ્યા છે. 6 દિવસ અગાઉ કેનેડાથી નવસારી આવેલ 2 એનઆરઆઈના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
બીજી તરફ કેનેડાથી નવસારી આવેલ એક જ કુટુંબના 2 એનઆરઆઈનો રિપોર્ટ જે પોઝિટિવ આવ્યો હતો અને તેઓ હોમ આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યા હતા, જે બન્ને રિકવર થઈ ગયા હતા. જેની સાથે કુલ રિકવરની સંખ્યા 11718 થઈ છે. હવે જિલ્લામાં એક્ટિવ કેસ બે જ રહ્યા છે, જેમાં 1 દર્દી હોસ્પિટલમાં અને 1 હોમ આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યાં છે. છેલ્લા ઘણા દિવસોથી કોઇ કોવિડ મૃત્યુ નોંધાયું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.