કોરોના અપડેટ:જિલ્લામાં મંગળવારે વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા

નવસારી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વધુ 4308 જણાને કોવિડ રસી અપાઇ
  • 1 રિકવર​​​​​​​ થતાં એક્ટિવ કેસ 11 થયા

નવસારી જિલ્લામાં મંગળવારે કોરોનાના નવા 3 કેસ નોંધાયા હતા. નવા કસો વધતા એક્ટિવ કેસોની સંખ્યા પણ વધીને 11 થઇ ગઇ હતી. જે નવા કેસ બહાર આવ્યા તેમાં ચીખલી તાલુકાના સારાવનીનો 40 વર્ષીય પુરુષ અને વંકાલ ગામનો 67 વર્ષીય પુરુષ અને ગણદેવી તાલુકાના મોવાસાનો 40 વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે. વધુ 3 કેસ સાથે જિલ્લામાં કુલ કેસની સંખ્યા 7247 થઈ ગઈ છે. કોરોનાની સારવાર લેતો 1 દર્દી રિકવર પણ થયો હતો,જેની સાથે કુલ રિકવર સંખ્યા 7043 થઈ છે.

એક્ટિવ કેસ વધીને 11 થયા છે,જેમાં 3 દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને 8 જણા હોમ આઇસોલેશનમાં છે. જિલ્લાનો કુલ મૃત્યુ આંક 193 જ રહ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે જિલ્લામાં મંગળવારે વધુ 4308 જણાને રસી અપાઈ હતી.જેમાં 656 ને પહેલો ડોઝ અને 3652 ને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. જિલ્લામાં હાલ સુધીમાં 10 ટકાને પહેલો ડોઝ અને 30 ટકાને બીજો ડોઝ અપાયો ન હોવાનું સરકારી રેકર્ડ ઉપર છે. રસીકરણ નહીં લેનારાને રસી અપાવવા તંત્ર પ્રયાસો કરી રહ્યું છે.