કોરોના અપડેટ:નવસારી જિલ્લામાં રવિવારે કોરોનાના વધુ 3 પોઝિટિવ કેસ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 1 વિદ્યાર્થી સહિત ત્રણેય કેસ ચીખલી તાલુકાના

નવસારી જિલ્લામાં રવિવારે 1 વિદ્યાર્થી સહિત કોરોનાના 3 કેસ નોંધાયા હતા.ત્રણેય કેસ ચીખલી તાલુકાના હતા. રવિવારે પણ જિલ્લામાં કોરોનાના વધુ પોઝિટિવ કેસ બહાર આવ્યા હતા. જે કેસ નોંધાયા હતા તેમાં ચીખલી તાલુકાના સાદકપોરની 52 વર્ષીય મહિલા અને ચિતાલી ગામના 35 વર્ષીય યુવાન હતો.

આ ઉપરાંત ચીખલી તાલુકાના જ હોન્ડ ગામનો 12 વર્ષીય વિદ્યાર્થી પણ પોઝિટિવ આવ્યો હતો,જે ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતો હોવાની જાણકારી મળી છે. વધુ 3 કેસોની સાથે જિલ્લામાં કુલ કેસની સંખ્યા 7334 થઈ ગઈ હતી. કોરોનાની સારવાર લેતા વધુ 3 દર્દી રિકવર થતા કુલ રિકવર સંખ્યા 7108 થઈ હતી.

એક્ટિવ કેસોની સંખ્યા 31 જ રહી હતી, જેમાં 6 દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને 25 જણા હોમ આઇસોલેશનમાં જ છે. અહીં ઉલ્લેખનીય છે કે રવિવારે જિલ્લાના 269 ગામોમાં ચૂંટણી હતી જેને લઈને કોવિડ રસીકરણ વધુ થયું ન હતું.શહેરમાં છુટુછવાયું રસીકરણ થયાની માહિતી મળી છે.

અન્ય સમાચારો પણ છે...