તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:નવસારીમાં કોરોનાના વધુ 3 કેસ, એક્ટિવ કેસ 23

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 191 લોકોને કોરોનો ભરખી ગયો
  • સોમવારે 1010 નવા સેમ્પલ લેવાયા

નવસારી જિલ્લામાં સોમવારે કોરોનાના વધુ નવા 3 કેસ આવ્યા હતા. જ્યારે 4 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. આજે એક પણ મોત કોરોનાને કારણે થયું ન હતું અને એક્ટિવ કેસોની સંખ્યા 23 રહી છે. પોઝિટિવ આવેલા કેસોમાં નવસારીની 1 અને ચીખલીની 2 મહિલા પોઝિટિવ આવી હતી. નવા 3 કેસો આવ્યા બાદ કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 7160 થવા પામી છે. જ્યારે 4 દર્દીઓએ કોરોનાને માત આપી રજા લેતા સારવાર લઈ સારા થયેલા લોકોની સંખ્યા 6946 થઈ છે.

નવસારી જિલ્લામાં આજે પણ 1010 સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેની સાથે કુલ સેમ્પલોની સંખ્યા 3,00,246 થઈ છે. જ્યારે નેગેટિવ સેમ્પલોની સંખ્યા 2,92,076 થયા છે. જિલ્લામાં કુલ 191 લોકોને કોરોના ભરખી ગયો છે. હાલમાં કોરોનાના કુલ 23 એક્ટિવ કેસો સારવાર હેઠળ છે. તંત્ર દ્વારા કોરોના સંક્રમણ ઘટાડવા માટે હજુ પણ તમામ પ્રયાસો કરાઇ રહ્યા છે છતાં પોઝિટિવ કેસ આવતા રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...