તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:નવસારીમાં રવિવારે કોરોનાના વધુ 3 કેસ, 4 દર્દી રિકવર થયા, કુલ 1322 દર્દી રિકવર, 43 કેસ એક્ટિવ

નવસારી4 મહિનો પહેલા
 • કૉપી લિંક

નવસારી જિલ્લામાં રવિવારે સતત ચોથા દિવસે કોરોનાના ખૂબ જ ઓછા કેસ નોંધાયા હતા. 3 ડિસેમ્બર જિલ્લામાં કોરોનાના 14 કેસ નોંધાયા હતા, ત્યારબાદ છેલ્લા 3 દિવસ 3,4 અને 2 કેસ જ નોંધાયા હતા. રવિવારે સતત ચોથા દિવસે ખૂબ જ ઓછા ત્રણ જ કેસો સરકારી ચોપડે નોંધાયા હતા, જે સારી બાબત હતી. રવિવારે જે 3 પોઝિટિવ કેસ બહાર આવ્યા તેમાં નવસારીના જમાલપોર વિસ્તારનો,ચીખલી તાલુકાના રાનવેરીકલાનો અને ખેરગામ તાલુકાના વાડ ગામે એક -એક કેસ હતા. અહીં ઉલ્લેખનીય છે કે શનિવારે જે 775 સેમ્પલો ટેસ્ટ માટે લેવામાં આવ્યા હતા. તેમાં 3 કેસ પોઝિટિવ આવ્યા હતા. વધુ 3 કેસો સાથે જિલ્લામાં કુલ કેસો 1466 થયા હતા.

રવિવારે કોરોનાની સારવાર લેતા 4 દર્દી રિકવર પણ થયા હતા,જેની સાથે કુલ રિકવરની સંખ્યા 1322 થઈ હતી. એક્ટિવ કેસ 43 રહ્યા છે. જે એક્ટિવ કેસો છે તેમાં 5 દર્દી સિવિલ હોસ્પિટલમાં અને 2 દર્દી કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઇ રહ્યા છે. બાકીના 36 દર્દી તો હોમ આઇસોલેશનમાં છે. રવિવારે કોરોનાની ચકાસણી માટે વધુ 622 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેના રિપોર્ટ હજુ પેડિંગ છે અને સોમવારે તેના રિપોર્ટ આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો