તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:કલીયારીથી દારૂ ભરેલી કાર સાથે 3 ઝબ્બે, 3 ફરાર

ધોળીકુવા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરત ઓપરેશન ગ્રુપના કર્મીઓ ચીખલીમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન બાતમી મળી હતી કે વોકસવેગન જેટા કાર (નં. જીજે-16-એપી-9549)માં સેલવાસથી દારૂ ભરી નાનાપોંઢા, ધરમપુર, ખેરગામ, ચીખલી થઈ સુરત તરફ જનાર છે. બાતમીના આધારે સુરત ઓપરેશન ગ્રુપે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી કાર ધરમપુરથી ખેરગામ તરફ આવતા પોલીસ દ્વારા ઉભી રાખવાનો ઈશારો કરતા પોલીસની નાકાબંધી જોઈ બૂટલેગરો ખેરગામથી ચીખલી તરફ ગાડી હંકારી મુકી હતી. પોલીસે તેનો પીછો કરતા કલીયારી ગામ કણબીવાડ ફળિયા ત્રણ રસ્તા પાસે ટર્નિંગમાં સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા રસ્તાની બાજુના ખાડામાં કાર ઉતારી ત્રણેય બૂટલેગરો ભાગવા જતા પોલોસે ઝડપી પાડ્યા હતા. પોલીસને કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની-મોટી 120 નંગ બોટલ રૂ. 60 હજાર મળી આવી હતી. પોલીસે દારૂ સહિત કાર, ત્રણ મોબાઈલ મળી કુલ રૂ. 4.75 લાખનો મુદ્દામાલ સાથે જીગ્નેશકુમાર મનહરભાઈ ઠાકોર (શિવકૃપા સોસાયટી કોર્ટ પાસે ભરૂચ, મૂળ રહે. સાદલીગામ, વડોદરા), જીગ્નેશ કિરીટ પરીખ (રાધે રેસિડેન્સી ભદકોદરા અંકલેશ્વર તા.જિ.ભરૂચ), બ્રિજેશ મહેશ દલવાડી (રહે. સુઇગામ ઝંડાચોક, તા.ઠાસરા, જિ.ખેડા)ને ઝડપી પાડ્યા હતા.જ્યારે આનંદ પટેલ (રહે.સેલવાસ), સાજન મહેશ પટેલ (રહે.ઉદવાડા-ખડકી) તેમજ દારૂનો જથ્થો મંગાવનાર ધર્મેશ ઉર્ફે સિકંદર ઉર્ફે કાલુબકરી (રહે. કડોદરા, સુરત)ને વોન્ટેડ જાહેર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...