તંત્ર બેધ્યાન:જલાલપોરમાં 3 જર્જરિત ઇમારતથી 70 પરિવારના જીવને જોખમ, રામજી મંદિરની કરોડોની જગ્યા પર ભૂમાફિયાઓનો ડોળો

નવસારી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકા ખંડેર મકાન પડી જવાની વાટમાં
  • જીતુ ચાલ અને ગાંધી ચાલના રહિશોનો રોષ
  • અઢી દાયકાથી અહીં જ રહીએ છીએ, ખાલી કરીને ક્યાં જઇએ, તંત્ર બેધ્યાન

નવસારી જલાલપોર વિસ્તારમાં અંદાજિત 150 વર્ષ જૂની જર્જરિત ઇમારતની સાથે સાથે બીજી 4 થી 5 ઇમારતો હાલ અત્યન્ત દયનિય હાલતમાં છે જ્યાં કેટલાય પરિવારો જીવન જોખમે જીવવા માટે મજબુર બન્યા છે.આ પરિવારોના બાપદાદા આ જ વસાહતોમાં રહેતા હોય અને આ ઘરો સિવાય તંત્ર તરફથી બીજી કોઈ જ રહેણાંક વૈકલ્પિક સુવિધા ન મળવાના કારણે લોકોના માથે ગમે ત્યારે જીવ નું જોખમ રહેલું છે. મળતી માહિતી મુજબ આવી તમામ ઈમારતોને પાલિકા એ માત્ર નોટિસ આપીને સંતોષ માન્યો હોય તેમ બીજી કોઈ જ કાર્યવાહી કરી નથી. દર વર્ષે ચોમાસુ નજીક આવે ત્યારે પાલિકા આવી જર્જરિત ઇમારતો સામે પગલાં લેવાના સ્થાને માત્ર નોટિસ ફટકારીને સંતોષ માની લે છે તેમજ મંદિરનો જીર્ણોદ્ધાર કરવા લોકો એ પાલિકા બહાર મોટી સંખ્યામાં રામધૂન ગવડાવી હતી. આમ છતાં પાલિકાના શાસકો અને મંદિરના ઉત્તર ભારતીય ટ્રસ્ટને પણ આ મંદિર કે તેની બાજુમાં આવેલા જર્જરિત મકાન બાબતે કોઈજ દરકાર નથી તેમજ મુખ્ય માર્ગ પર આવેલ ગાંધી ચાલ, ઝંડા ચોક પરનું જીતુ નિવાસ, રામજી મંદિર પાસે આવેલ 150 વર્ષ જૂનું અત્યંત જર્જરિત ઘર, જેવી બીજી પણ ઇમારતો છે જ્યાં પાલિકા અને સ્થાનિક હોદેદારોએ માત્ર નોટિસ આપીને જ સંતોષ માન્યો છે. 150 વર્ષ જુના રામજી મંદિર પાસેના ઘરનો આગળનો ભાગ ગત વર્ષે એક બાજુથી તૂટી પડ્યો હતો.અને આખી ઇમારત જ જર્જરિત થઇ ગઈ છે,જીતુ નિવાસ  જે અંદાજિત 30 થી 35 વર્ષ પેહલા બનેલી છે આ વસાહતમાં અંદાજિત 25 થી 30 પરિવાર રહેતા આવેલા છે.જેમાં કેટલાય પરિવારો તો વસાહત બની ત્યારથી ત્યાં રહે છે,અને હવે આ વસાહતના પોપડા ખરી રહ્યા છે. મુખ્ય રોડ પર આવેલી ગાંધી ચાલમાં રહેતા બીજા આવા કેટલાય પરિવારો પણ જીવન જોખમે રહેવા મજબુર બન્યા છે.

છેલ્લા કેટલાય વર્ષોથી આ ઇમારતો પર પાલિકા જઈને માત્ર નોટિસ લગાવી આવે છે પરંતુ આ ઇમારતોમાં રહેતા લોકો માટે  વસાહતની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી નથી. સ્થાનિક કોર્પોરેટર હોય કે પાલિકા કોઈને પણ આ ઇમારતોમાં રહેતા આટલા બધા પરિવારોના જીવની ચિંતા લાગતી નથી. એક બાજુ વરસાદી સિઝન શરૂ થવાની છે ત્યારે આવી ઇમારતો લોકોના જીવ માટે ભયજનક છે. સ્થાનિક લોકો સાથે થયેલી વાતમાં તેમને જણાવ્યું હતું કે સ્થાનિક કોર્પોરેટરો માત્ર વોટ માંગવા માટે આવી જાય છે પણ આમારા જીવ અને અમારા પરિવારની કોઈને ચિંતા નથી. તંત્રની ઢીલી નીતિ જોતા એવું લાગે છે કે જ્યાં સુધી કોઈ ઘટના નહિ  ઘટે ત્યાં સુધી આ લોકો જાગશે નહીં.
નેતાઓ માત્ર વોટ માંગવા જ આવે છે
અમે આ જીતુ નિવાસમાં છેલ્લા 25 વર્ષથી રહીએ છે.અને છેલ્લા કેટલા વર્ષોથી અમારી વસાહતના પોપડા ઉખડી ગયા છે.વસાહતની કેટલીય જગ્યા અને માળ ઉપરથી પોપડા ઉખડી જતા અમારા જીવનું જોખમ છે.અમને પણ અમારા પરિવારના જીવની ચિંતા છે પણ આટલા વર્ષથી અહીં રહીએ છે.હવે ક્યાં જઈએ અને અમારી પાસે સરકારે બીજા ઘરની પણ કોઈ વ્યવસ્થા પુરી નથી પાડી।એટલે મજબૂરીના કારણે અમારે જીવના જોખમે અહીં રહેવું પડી રહ્યું છે.સ્થાનિક રાજકીય નેતાઓ માત્ર ચૂંટણી વખતે વોટ માંગવા માટે આવે છે અને પછી કદી અમારી હાલત જોવા માટે આવતા નથી.અમને બીજો વિકલ્પ મળે તો વિચારીએ. > લતાબેન રાઠોડ, સ્થાનિક રહેવાસી, જીતુ નિવાસ,ઝંડા ચોક
ટ્રસ્ટને પણ મંદિરના જીર્ણોદ્ધારમાં રસ નથી 
છેલ્લા કેટલાય વર્ષોથી રામજી મંદિર અને એની બાજુની જર્જરિત ઇમારત માટે અમે કલેકટર ને,પાલિકાને, સ્થાનિક નેતાઓને રજુઆત કરી છે. પરંતુ હજુ સુધી આ બાબતે કોઈજ નિકાલ આવતો નથી. એવું લાગે છે કે સત્તાધીશો આ ઇમારત પડી જવાની રાહ જોઈ રહ્યું છે. બીજી બાજુ ટ્રસ્ટને પણ આ જગ્યા અને મંદિર ના જીર્ણોધ્ધાર માં કોઈજ રસ નથી. પાલિકા પણ માત્ર નોટિસો આપીને સંતોષ માની રહી છે. > પરેશ વેકરીયા, શ્રીરામ ગૃપ, જલાલપોર

અન્ય સમાચારો પણ છે...