તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવસારી ટાઉન વિસ્તારમાં એસઓજી ગુના અટકાવવા પેટ્રોલિંગમાં હતા ત્યારે નવસારી શહેરમાં ત્રણ જગ્યાએ રેડ કરી હતી. એસઓજીના એએસઆઈ કિશોર ગુલાબભાઈને બાતમી મળી હતી કે સિંધી કેમ્પના પ્રીતમ ચોક પાસે રહેતા કિશોર હીરાલાલ નામના દુકાનદાર ગેરકાયદે ગેસના સિલિન્ડર વેચે છે. પોલીસે તેમની દુકાન અને ઘરે તપાસ કરતા 9 સિલિન્ડર કિંમત રૂ. 22 હજારનો મુદ્દામાલ ઝડપી લીધો હતો.
બીજા બનાવમાં એએસઆઈ દિનેશ ફુલસિંગ અને કિરણભાઈને મળેલી બાતમીના આધારે દિયા એપાર્ટમેન્ટ સિંધી કેમ્પમાં રહેતા વસંત બહેરા નામના દુકાનદાર પોતાના આર્થિક ફાયદા માટે ગેસ સિલિન્ડર કાળા બજારમાં વેચતો હોવાનું જણાતાં તપાસ કરતા રૂ. 11 હજાર સિલિન્ડર મળી આવ્યા હતા.
ત્રીજી ઘટનામાં અપોકો ઋષિ કાંતિલાલને મળેલ બાતમીના આધારે દશેરા ટેકરીમાં વિજય રાઠોડની ભાડાની દુકાનમાં ગેસ સિલિન્ડરમાંથી નાના સિલિન્ડરમાં ગેસ રિફિલિંગ કરતા ગૌરવ અનેશ કેવટ (રહે. નવલભાઈના મકાનમાં, રામનગર-2, મુળ રહે. પટના, બિહાર)ની અટક કરી હતી. તેમની ભાડાની દુકાનમાંથી રિફિલિંગ મશીન, ગેસના સિલિન્ડર મળી કુલ રૂ.15,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ત્રણે બનાવમાં 48500 નો મુદ્દામાલ કબજે કરી ત્રણની અટક કરી તપાસ અર્થે નવસારી ટાઉન પોલીસને કામગીરી સોંપાઇ છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.