તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:ધો.6થી 8ના 29000 છાત્ર, 50% વાલી શાળાએ મોકલવા સંમત, ઓનલાઇન અભ્યાસક્રમનો પણ ઓપ્શન

નવસારી9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 18મી ફેબ્રુઆરીથી વર્ગ શરૂ થાય તે પહેલાં જ વાલીઓ પાસેથી સંમતિ પત્ર મેળવી લેવાશે
 • મોટાભાગનો કોર્સ પૂરો થઇ ગયો હોવાથી માત્ર રિવિઝન માટે બાળકોને કોરોનાના ભય વચ્ચે શાળાએ મોકલવા 50 ટકા વાલી અસંમત

રાજ્યમાં ગુરૂવારને 18મી ફેબ્રુઆરી 2021થી ધોરણ 6થી 8ના વર્ગખંડોમાં પુનઃ શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે. નવસારી જિલ્લામાં 29 હજારથી વધુ વિદ્યાર્થીઓ ધોરણ-6 થી 8માં અભ્યાસ કરે છે જેમાંથી 50 ટકા વાલીએ બાળકોને શાળાએ મોકલવા સંમતિ દર્શાવી છે. જ્યારે 50 ટકા અસંમત છે.

સરકારે તમામ પ્રાથમિક શિક્ષણાધિકારીને શાળાઓ SOPનું પાલન કરવા સૂચનાઓ આપી છે.પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6 થી 8ના વર્ગખંડો પુનઃ શરૂ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.જોકે ઓફલાઈન પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં હાજરી સ્વૈચ્છિક રહેશે તેમજ વિદ્યાર્થીઓના વાલી પાસેથી શિક્ષણ સંસ્થાએ નિયત સંમતિપત્ર મેળવવાનો રહેશે.જે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં શિક્ષણમાં ન જોડાય તેમના માટે ઓનલાઇન ક્લાસીસની હાલની વ્યવસ્થા સંબંધિત સંસ્થા-શાળાઓએ ચાલુ રાખવામાં આવશે.

નવસારી જિલ્લામાં ધોરણ 6 થી 8માં 29 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસમાં જોડાશે.જોકે સંક્રમિત થયેલા તેવા વિદ્યાર્થી-શિક્ષક કે અન્ય સ્ટાફને શાળાએ ન આવવા તાકીદ કરવામાં આવી છે. નવસારી જિલ્લામાં ધો-6 થી 8 ના પ્રાથમિક શાળાના વર્ગમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા અન્ય તમામ કર્મચારીઓએ ફરજિયાત માસ્ક પહેરવા સૂચના અપાઇ છે તે બાબતનું શિક્ષણ વિભાગની ટીમ દ્વારા સતત મોનિટરીંગ કરી કોઇપણ સંક્રમિત અથવા લક્ષણ ધરાવતા વિદ્યાર્થી, શિક્ષક કે ત્રાહિત વ્યક્તિ શાળા સંકુલમાં પ્રવેશે નહીં તેની સ્થાનિક સત્તાધીશોએ પૂરતી તકેદારી રાખવા અનુરોધ કરાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ધો-6 થી 8 માં મોટાભાગનો કોર્ષ પૂરો થઇ ગયો છે. જેથી શાળાઓમાં માત્ર રિવિઝન જ કરવાનું હોય વિદ્યાર્થીઓને જટિલ લાગતા મુદ્દાઓના ઉકેલ માટે જ શાળાએ મોકલવાના હોય 50 ટકા વાલી ઓનલાઇન શિક્ષણ જ શરૂ રખાવવા માંગે છે.

સંમતિ માટે વાલીઓએ આપ્યા કારણ

 • છોકરાઓ શાળામાં જઈને અભ્યાસ કરે તેજ મહત્ત્વનું છે. ભલે 70 ટકા અભ્યાસ પૂરો થઈ ગયો છે પણ રિવિઝન થશે એટલે પરીક્ષામાં તેમને વધુ સરળ રહેશે. જીતેન્દ્ર પટેલ
 • છોકરાઓ રૂબરૂ ભણે તે જ જરૂરી છે. બાકી ઓનલાઈનમાં એમને બધુ યાદ રહેતું નથી. -ચંદુભાઈ આહિર
 • બાળકો ઓનલાઈન અભ્યાસમાં કાચા પડે છે. ઓફલાઇન વર્ગો શરૂ થાય તો તેમના જ્ઞાનમાં વિસ્તરણ થાય અને શાળામાં ચાર દિવાલ વચ્ચે જે અભ્યાસ કરે તે જ જીવનમાં ઉતરે બાકી તો ઓનલાઈન અભ્યાસમાં બાળકોને સમજ પડે નહીં. દિનેશ રાઠોડ
 • લાંબા સમયથી વિદ્યાર્થીઓ ઘરે છે અને કંટાળી ગયા છે. હવે ઓફલાઈન અભ્યાસ શરૂ થવા જઈ રહ્યો છે તે જરૂરી જણાય છે. રૂબરૂ અભ્યાસ કરશે તો જ બાળકોને ફાયદો થાય તેવું લાગે છે. ઉદય અધ્વર્યું
 • સરકારની ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન થાય એ ખુબ જરૂરી છે. બાળકના ઓફલાઈન અભ્યાસક્રમમાં પૂરતુ નોલેજ મળશે તેવું મારું માનવું છે એટલે શાળાએ મોકલવું જરૂરી છે. રાકેશ રાઠોડ

અસંમતિ માટે પણ વાલીઓએ રજૂ કર્યો મત

 • હજી વેક્સિન બાળકોને માટે આવી નથી એટલે થોડો ડર ખરો. હાલ ઓનલાઈન અભ્યાસક્રમ ચાલુ રાખવાનું હિતાવહ માન્યું છે. દર્શના પટેલ
 • હમણા સરકારે હજી કોરોના વોરિયર્સને જ રસી આપવાનું શરૂ કર્યું છે પણ બાળકો માટે કોઈ નિર્ણય લીધો નથી. કોરોનાનું જોખમ યથાવત છે ત્યારે શાળામાં દીકરાને મોકલવાનું મન નથી, ઓનલાઈન જ ભણશે. ગીતાબેન પટેલ
 • હજુ સુધી કોરોનાનું સંક્રમણ ગયું નથી અને સરકારે શાળા ખોલવાની જાહેરાત કરી તે યોગ્ય નથી. હું મારા દીકરાને હાલમાં સ્કૂલમાં મોકલીશ નહીં. બાળકો વારંવાર સેનેટાઈઝ થવાના નથી. ઘણા વખત પછી મળશે તો આ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરશે કે કેમ તે એક સવાલ છે. સંજય સોલંકી
 • હવે કોરોનાના કેસ ઓછા થયા છે પરંતુ સંક્રમણનું જોખમ હજુ ઘટ્યું નથી એટલે હાલ ઓનલાઈન શિક્ષણ જ યોગ્ય લાગે છે. વીણા પટેલ
 • સરકાર 80થી 90 ટકા જેટલો અભ્યાસક્રમ પૂર્ણ થયા પછી શાળા ખોલવા માટે આગળ આવી છે પરંતુ બાળકો માટે વેક્સિન અંગે હજુ ફોડ પાડ્યો નથી. જેથી બાળકને અત્યારના સમયે ઓનલાઈન ભણવું જ હિતાવહ લાગે છે. મનિષા ચૌહાણ

SOPનું ચૂસ્ત પાલન કરાવવાની સૂચના આપી છે
ધોરણ 6 થી 8ના વર્ગખંડોમાં વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાય, દરેક વર્ગમાં મર્યાદિત સંખ્યા બેસાડાય, દરેક વિદ્યાર્થી, શિક્ષકગણ માસ્ક અને સનેટાઇઝનો ફરજિયાત ઉપયોગ કરે તેમજ SOPની અન્ય બાબતોનું પણ પાલન થાય તેની ખાસ તાકીદ પણ કરવામાં આવી છે. SOPનું પાલન થાય છે કે કેમ તે અંગે ચકાસણી પણ કરવામાં આવશે. > રોહિત ચૌધરી, જિ.પ્રાથમિક શિક્ષણાધિકારી, નવસારી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો