નવસારી જિલ્લામાં હાલ સુધીમાં 32400 હેકટરમાં ખરીફ વાવેતર થયું છે, જે દર વર્ષના કુલ વાવેતરનું 58 ટકા થાય છે. નવસારી જિલ્લામાં જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયા સુધી ખરીફ વાવેતર ખાસ થયું ન હતું, જોકે બીજા અઠવાડિયામાં ભારે વરસાદ પડ્યા બાદ ડાંગર સહિતનું વાવેતર વેગ પકડ્યું હતું. મળતી માહિતી મુજબ હાલ સુધીમાં જિલ્લામાં કુલ 32400 હેકટરમાં વાવેતર થયું છે. જેમાં ડાંગરના પાકનું 27596 હેકટરમાં છે જ્યારે શાકભાજીનું 2515 હેકટરમાં તથા અન્ય ઘાસચારો,તુવેર સહિતનું પણ વાવેતર પણ થયું છે.
અહીં ઉલ્લેખનીય છે કે જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષથી કુલ 55500 હેકટરમાં વાવેતર થાય છે ત્યારે હાલ સુધીમાં 58 ટકા વાવેતર થયું છે એમ કહી શકાય. આગામી દિવસોમાં આ વાવેતર વધવાની શક્યતા છે. હાલ વરસાદે વિરામ લીધો છે ત્યારે ઘણા ખરા ખેડૂતો હવે પોતાનું બાકી જમીનમાં વાવેતરની કામગીરી શરૂ કરી દીધી છે.
પૂરના કારણે વાવેતર ઘટવાની શક્યતા
સમગ્ર નવસારી જિલ્લામાં ભારે વરસાદ અને નદીઓમાં આવેલ ઘોડાપૂરના કારણે ખેતીપાકને નુકસાન થયું છે. ડાંગર, શાકભાજી,બાગાયતી પાકોને પણ નુકસાન થયું છે.આ નુક્સાનીના કારણે ખરીફ વાવેતરનું આયોજન અનેક જગ્યાએ ખોરવાઈ જતા સિઝનનું જે વાવેતર થાય છે તેના કરતાં 5થી 8 ટકા વાવેતર ઘટી શકે છે એમ સ્થાનિક તજજ્ઞો જણાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.