તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:નવસારી જિલ્લામાં રવિવારે 18+ના 2686 ને રસી અપાઇ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં કુલ 5577ને કોવિડ રસી અપાઇ
  • રજાના દિવસે અનેકને રસી લેવામાં નિરાશા મળી

નવસારી જિલ્લામાં રવિવારે થયેલ કુલ 5577 કોવિડ રસીકરણમાં 18+નું રસીકરણ 2686 જ થયું હતું. રજાના દિવસે કેટલાય લોકો રસી મેળવી શક્યા ન હતા. નવસારી જિલ્લામાં રવિવારે જાહેર રજાના દિવસે કુલ 5577 લોકોએ કોવિડ રસી લીધી હતી. જેમાં તાલુકાવાર જોઈએ તો નવસારીમાં 1348, જલાલપોરમાં 931, ગણદેવીમાં 1343,ચીખલીમાં 795,ખેરગામમાં 181 અને વાંસદા તાલુકામાં 970 લોકોએ રસી લીધી હતી. અહીં ઉલ્લેખનીય છે કે જિલ્લામાં રવિવારે થયેલ કુલ રસીકરણમાં 18+ના રસીકરણની સંખ્યા તો 2686 જ હતી,અન્ય રસીકરણ 45+અને 60+ના લોકોનું થયું હતું.

અહીં ઉલ્લેખનીય છે કે 10 જુલાઈ સુધીમાં જિલ્લામાં દુકાન સહિતના ધંધાના સ્થળ ઉપરાંત અન્ય કેટલીક જગ્યા માટે પણ ફરજીયાત રસીકરણનો આદેશ કરાયો છે ત્યારે બાકી રહી ગયેલા ઘણા રસી મુકાવવા જઈ રહ્યાં છે. જોકે રસીનો જથ્થો ઓછો આવતા નવસારી, વિજલપોરના કેટલાક સેન્ટરો ઉપર રસી ઇચ્છુક લોકોને નિરાશા પણ સાંપડી રહી છે. 21 જૂનથી શરૂ કરાયેલ રસીકરણ મહા અભિયાન બાદ ડોઝ વધુ આવવાની આશા હતી પણ તે હાલ સુધી તો ઠગારી નીવડી છે. અહીં ઉલ્લેખનીય છે કે, 10મી જુલાઇ હવે નજીક છે ત્યારે રસીકરણની સંખ્યા વધારાઇ એ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...