ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું:નવસારીના 25 વર્ષીય આશાસ્પદ યુવાને અગમ્ય કારણોસર આપઘાત કરી લેતાં માતા-પિતા પર આભ તૂટી પડ્યું

નવસારી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચારપુલ ચોકીના જમાદારે અકસ્માતે મોતનો કેસ રજિસ્ટર કરીને વધુ તપાસ હાથ ધરી

સુરત ખાતે ફાઈનાન્સ કંપનીમાં કામ કરતાં નવસારીના 25 વર્ષીય યુવાન હાર્દિક પટેલે પોતાના ઘરે ગઈકાલે રવિવારે સાંજે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરતાં પરિવાર શોકની લાગણીમાં ગરકાવ થયો હતો. સમગ્ર મામલે ટાઉન પોલીસ સ્ટેશનના કર્મીઓએ ઘરે પહોંચીને રાત્રે લાશનો કબજો લઈને પી.એમ. અર્થે મોકલી હાલમાં પરિવારને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

નવસારીની શાંતિવન-1 સોસાયટીમાં ગઈકાલે સાંજે કંઈક આવા જ પ્રકારનો બનાવ બન્યો હતો. જેમાં વિજયભાઈ પટેલના બે પુત્રો પૈકી સૌથી મોટો હાર્દિક સુરત ખાતે ફાઈનાન્સ કંપનીમાં નોકરી કરતો હતો. ત્યારે ગઈકાલે સાંજે અગમ્ય કારણોસર તેણે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી હતી. હાર્દિકના માતા-પિતા તેના મામાના ઘરે વાઘલધરા ગામ ગયા હતા, જ્યાં તેમને ખબર પડતાં તેઓ તાત્કાલિક ઘરે દોડી આવ્યા હતા. પરિવારને પણ આપઘાતના કારણની જાણ નથી.

હાલમાં યુવાનો દ્વારા આપઘાત કરવાની ઘટનામાં એકાએક ચિંતાજનક વધારો થયો છે. ઘરમાં કમાતા દીકરાઓ કોઈકને કોઈક કારણોસર આપઘાતનું શરણું લઈ રહ્યા છે. જેને લઇને સમાજે આ મામલે ચિંતન અને ચિંતા કરવાની જરૂર ઉભી થઈ છે. આજના યુવાઓ ડિપ્રેશનમાં ગરકાવ થાય છે અને અંતિમ પગલું ભરીને જીવનનો અંત લાવે છે.

આ સમગ્ર મામલે નવસારી ટાઉન પોલીસ સ્ટેશન હેઠળ આવતા ચારપુલ ચોકીના જમાદાર લાલુ સિંઘ દ્વારા અકસ્માતે મોત અંગેનો કેસ રજિસ્ટર કરીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...