યુવકનો આપઘાત:નવસારી શહેરમાં 25 વર્ષીય યુવાને પોતાના ઘર પાસેના ઈલેકટ્રિક પોલ પર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

નવસારી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી

નવસારી જિલ્લાની કોર્ટની પાછળ આવેલા મતિયા પાટીદાર વાડીની સામેની વસાહતમાં રહેતા 25 વર્ષીય યુવાન જય રાજુભાઈ રાઠોડ સાબુની ફેક્ટરીમાં નોકરી કરતો હતો. આજે વહેલી સવારે 3 વાગ્યાથી લઈને 5 વાગ્યા દરમિયાન ઘર પાસે આવેલા ઈલેક્ટ્રિક પોલ પર ઓઢણી બાંધીને ફાસો લઈને જીવન ટૂંકાવ્યું હતું

વહેલી સવારે યુવાનની મૃત અવસ્થામાં જોઈ પરિવારે આક્રંદ કર્યો હતો. સાથેજ સ્થાનિકો એ તાત્કાલિક પોલીસને જાણ કરતાં ટાઉન પોલીસ મથકના કર્મચારીઓને જાણ કરતા કાયદેસરની કાર્યવાહી કરી હતી. અને યુવાનના મૃતદેહને પીએમ અર્થે સિવિલ ખસેડયો હતો.યુવાનના આપઘાતને લઈને કોઈ કારણ સામે આવ્યું નથી, પરિવાર પણ યુવાનના આ પગલાંથી અજાણ છે અને જુવાનજોધ દીકરાના આપઘાતથી તેઓ પણ દુઃખમાં સરી પડ્યા છે.

આ સમગ્ર મામલે ટાઉન પોલીસ મથકના પી.એસ.આઇ શર્દુલ ભુવા તપાસ કરી રહ્યા છે અને અકસ્માત મોત ને લઈને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પરિવારના એકના એક અને ઘરનું ભરણપોષણ કરતાં દીકરાના આપઘાતના પગલાંથી પરિવાર નો માળો વિખેરાયો છે અને મા-બાપ સહિત ભાઈ બહેન નિરાધાર બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...