નવસારી-વિજલપોર પાલિકાના 25 ટકા સફાઈ વિભાગના કર્મચારીઓ ગેરહાજર રહેતા કેટલાક વિસ્તારમાં સફાઈ ઉપર અસર થઈ હતી. નવસારી શહેરમાં સફાઈની કામગીરી અહીંની પાલિકાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ કરે છે. તેઓ ઘરે ઘરેથી કચરો ઉઘરાવવા ઉપરાંત રોડ, વિવિધ વિસ્તારોમાં પણ સફાઈનું કામ કરે છે.
આ કામગીરી માટે 75થી વધુ વાહનોમાં કાર્યરત ડ્રાઈવરનો ઉપરાંત અન્ય સફાઈ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. વિજલપોર વિસ્તાર સિવાય અન્ય વિસ્તારોમાં 250થી વધુ કર્મચારીઓ સફાઈના કામ માટે જોતરાયેલા છે. સામાન્યતઃ દરરોજ 5 થી 10 -12 ટકા કર્મચારીઓની તો કેટલીય વખત ગેરહાજરી રહેતી હોય છે અને નગરપાલિકા તેને મેનેજ પણ કરી લેતી હોય છે, વધુ બૂમરાણ પણ થતી નથી. જોકે સોમવારે સ્થિતિ અલગ હતી.
લગ્ન , ચૂંટણી, યર એન્ડિંગનું કારણ..
એક સાથે વધુ સંખ્યામાં સફાઈ કર્મચારીઓ ગેરહાજર રહેવાનું એક કારણ લગ્નની મોસમ છે. બીજું કારણ ચૂંટણીમાં રજા ન લઈ શકતા અને યર એન્ડિંગ હોય અનેક કર્મચારીઓ રજા ઉપર ગયાનું જાણવા મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.