નવસારી જિલ્લાની 4 વિધાનસભા બેઠકો ઉપર ઉચ્ચ ડિગ્રી ધારક ઉમેદવાર તો ખૂબ ઓછા છે પણ એસ એસ સી થી ઓછા અભ્યાસ કરેલ અને ખૂબ ઓછું ભણેલા કોઈ જ નથી. નવસારી જિલ્લામાં આવેલ 4 વિધાનસભા બેઠકો નવસારી, જલાલપોર, ગણદેવી અને વાંસદા ઉપર 3 રાજકીય પક્ષ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઉમેદવારો જાહેર કરી દીધા છે. જેમાં ઘણા ઉમેદવારોએ તો પોતાના ફોર્મ ભરી પ્રચાર પણ શરૂ કરી દિધો છે.
જે 3 મુખ્ય રાજકીય પક્ષના 12 ઉમેદવાર સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે. તેઓના અભ્યાસ અને સ્કૂલ, કોલેજમાં મેળવેલ ડિગ્રી જોતા વધુ ભણેલા ઉમેદવાર જ્યાં ઓછા છે ત્યાં ઈ પણ છે કે ખૂબ ઓછું ભણેલા ઉમેદવાર પણ નથી. 12 ઉમેદવારોમાં 3 ઉમેદવાર ઉચ્ચ ડિગ્રી જેને કહેવાય એ માસ્ટર ડિગ્રી ધરાવે છે. બીજા શબ્દોમાં ટકાવારીની દૃષ્ટિએ જોઈએ તો 25 ટકા ઉચ્ચ ડિગ્રી ધરાવતા છે. અન્ય 9 ઉમેદવારો ઉચ્ચ ડિગ્રી ધારક તો નથી પણ ખૂબ ઓછું ભણેલા પણ નથી. એકપણ ઉમેદવાર એસ એસ સી થી ઓછો અભ્યાસ કરેલ નથી. એક મહત્વની વાત એ પણ છે કે જિલ્લામાં કોઈ એક પક્ષના ઉમેદવાર વધુ ભણેલા હોય અને એક પક્ષમાં ઓછું હોય એવું પણ નથી ત્રણેય પક્ષની સ્થિતિ લગભગ એકસરખી છે.
દરેક પક્ષમાં એક-એક માસ્ટર ડિગ્રીધારી
4 બેઠકોમાં 3 રાજકીય પક્ષના કુલ 12 ઉમેદવાર છે. તેમાં 3 ઉમેદવાર માસ્ટર કરનાર ઉચ્ચ ડિગ્રીધારી છે. આ 3 ઉમેદવાર કોઈ એક યા બે પક્ષના નથી પણ ત્રણેય પક્ષમાં એક - એક છે. કોંગ્રેસના વાસદ બેઠકના અનંત પટેલ એમએ બીએડ છે. વાંસદા ભાજપના ઉમેદવાર પિયુષ પટેલ એમ બી એ છે અને જલાલપોરના આપના ઉમેદવાર પ્રદીપ મિશ્રા એમબીએ ફાયનાન્સ છે.
પુરવઠા મંત્રી, માજી દંડક સહિત 7 ઉમેદવાર 10 થી 12 સુધી ભણેલા
સૌથી વધુ ઉમેદવારો 10થી 12 ધોરણ વચ્ચે અભ્યાસ કરેલ છે.બબેઠક વાર જોઈએ તો નવસારીમાં કોંગ્રેસના દીપક બારોટ 11 પાસ, આપના ઉપેન પટેલ 12 પાસ છે. જલાલપોરમાં ભાજપના આર સી પટેલ એસ એસ સી પાસ છે. ગણદેવીમાં ભાજપના નરેશ પટેલ એસ એસ સી, કોંગ્રેસના અશોક પટેલ એસ એસ સી અને આપના પંકજ પટેલ પણ 10 પાસ છે. વાંસદામાં આપના પંકજ પટેલ 12 પાસ હોવાનુ જણાવ્યુ છે.
2 ઉમેદવાર ટેકનિકલ ડિગ્રીધારી
નવસારીમાં ભાજપના રાકેશ દેસાઈ ડિપ્લોમા ઓટોમોબાઇલ ઇજનેર છે તો જલાલપોરના કોંગ્રેસના મુન્ના પંચાલે મોટર મેકેનિકનો કોર્સ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.