રેકોર્ડની તૈયારી:નવસારીના પથરાણ ગામના શિક્ષકે ગીતાના શ્લોક 23 ફૂટના કેનવાસ પર ઉંધા શબ્દોમાં લખ્યા

નવસારી2 વર્ષ પહેલા
શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોકોને મિરર પેઇન્ટીંગ (કાચમા જોઈને વાંચી શકાતા શબ્દો) કંડાર્યા - Divya Bhaskar
શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોકોને મિરર પેઇન્ટીંગ (કાચમા જોઈને વાંચી શકાતા શબ્દો) કંડાર્યા
  • પરથાણના યુવાનની કરામત, ઉંધા શબ્દો કાચ વડે જોતા સીધા દેખાય છે

નવસારી તાલુકાનાં પરથાણ ગામે રહેતા શુભમ માહ્યાવંશી એક શાળામાં ચિત્ર શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યો છે. તેણે પોતાની કળાને ભગવાનના આશીર્વાદ માનીને ઘણા ચિત્રો કેનવાસ ઉપર ઉતારીને લોકોની પ્રશંસા મેળવી છે. શુભમ માહ્યાવંશીએ લોકડાઉનના સમયનો સદ્પયોગ કરી ગીતાના શ્લોકોને પીંછી વડે 23 ફૂટના કેનવાસ પર મિરર પેઈન્ટીંગમાં ઉતાર્યું છે. શુભમે આ ચિત્રની કૃતિ બાબતે જણાવ્યું કે આ શ્રીમદ્ ભગવદ્ ગીતા લખવા પાછળ મુખ્ય હેતુ આજની યુવા પેઢીને આપણી સંસ્કૃતિનું માર્ગદર્શન આપવાનો છે. આજની યુવા પેઢી આધુનિક યંત્રોની મોજ મજામા એટલા તલ્લીન થઈ ગયા છે કે તેઓ આપણી ભારતની મહાન સંસ્કૃતિ, પરંપરા અને સંસ્કારોને જાણે ભૂલી જ ગઈ છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા હિંદુઓના પવિત્ર ગ્રંથોમાનો એક છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતામા કર્મયોગ જ્ઞાનયોગ અને ભક્તિયોગની ખુબજ સુંદર રીતે ચર્ચા કરવામા આવી છે. જેનું જ્ઞાન આજની યુવા પેઢીને હોવું ખૂબ જરૂરી છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના 18માં અધ્યાયના 71મા શ્લોકમાં ભગવાનશ્રી કૃષ્ણએ કહ્યું છે કે જે માણસ શ્રદ્ધાળુ અને દોષ દૃષ્ટી વિનાનો થઈ ને આ ગીતા શાસ્ત્રનું શ્રવણ પણ કરશે એ પણ પાપોથી છૂટીને ઉત્તમ કર્મ કરનારાઓના શ્રેષ્ઠ લોકોને પામશે. નવસારીના શુભમ માહ્યાવંશીએ પોતાની ધાર્મિક કૃતિ તૈયાર કરવા માટે દોઢ માસનો સમય લીધો હોવાનું જણાવ્યું હતું. શુભમની ગીતા મિરર ચિત્રકૃતિને લિમ્કા બુક અને ઇન્ડિયા બુકમાં પસંદ થાય તે માટે એપ્લાય કર્યું છે.

ગીતા મિરર ચિત્રકૃતિને લિમ્કા બુક અને ઇન્ડિયા બુકમાં પસંદ થાય તે માટે એપ્લાય કર્યું છે
ગીતા મિરર ચિત્રકૃતિને લિમ્કા બુક અને ઇન્ડિયા બુકમાં પસંદ થાય તે માટે એપ્લાય કર્યું છે

લોકોમાં ભારતીય સંસ્કૃતિની ઉત્સુકતા વધારવાનો મુખ્ય હેતુ છે
શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોકોને મિરર પેઇન્ટીંગ (કાચમા જોઈને વાંચી શકાતા શબ્દો) કંડાર્યા હતા. આ માટે એક સપ્તાહ મહાવરો કર્યો હતો, ત્યારબાદ મિરર પેઇન્ટિંગ બનાવી હતી. સમાજ અને દેશ સમક્ષ શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પ્રદર્શન કરીને લોકોમાં ભારતીય સંસ્કૃતિની ઉત્સુકતા વધારવાનો મારો મુખ્ય હેતુ છે. મારી અપીલ છે કે મારા આ નવા સાહસને સપોર્ટ કરી આપણાં હિન્દુ ધર્મનું માન અને સન્માન જાળવી રાખે અને યુવાનો હિંદુ ધર્મનુ પાલન કરે તેવો હેતુ છે. - શુભમ માહ્યાવંશી,ચિત્રકાર

અન્ય સમાચારો પણ છે...