તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બદલી:નવસારી જિલ્લામાં એકસાથે 22 ના. મામલતદારની બદલી

નવસારી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પૂરરાહતના મહેકમની મુદત પૂરી થતાં હુકમ

પૂર રાહતનું મંજૂર થયેલા મહેકમની મુદત 30મી નવેમ્બરે પૂરી થતા નવસારી જિલ્લામાં 22 નાયબ મામલતદારની બદલીના હુકમ કલેકટરે કર્યા છે. દર વર્ષે ચોમાસાની મોસમ દરમિયાન પૂર રાહતની કામગીરી માટે નાયબ મામલતદારનું મહેકમ મંજૂર થાય છે. ચાલુ સાલ પણ 1લી જૂનથી 30મી નવેમ્બર સુધી આ મહેકમ મંજૂર થયું હતું. જેની મુદત હાલમાં જ 30મી નવેમ્બરે પૂરી થઈ હતી. આ મુદત પૂરી થતા જ જિલ્લા કલેકટરે નાયબ મામલતદારોની બદલીના હુકમ કર્યા છે. જે બદલીના ઓર્ડર થયા છે તેમાં નવસારી પ્રાંત કચેરીના શિરસ્તેદાર, કલેકટરે કચેરી (જમીન),વાંસદા પ્રાંત કચેરી, કલેકટર કચેરી ડિઝાસ્ટર, કલેકટર કચેરી 20 મુદ્દા વિભાગ વગેરેમાં બદલી થઈ છે. જિલ્લાના તમામ 6 તાલુકાની મામલતદાર કચેરીમાં વિવિધ વિભાગોમાં કાર્યરત કેટલાક નાયબ મામલતદારોની પણ બદલી કરવામાં આવી છે. તાલુકા કક્ષાએ ચૂંટણી, મહેસૂલ, સર્કલ, પુરવઠા, ઈ-ધરા વગેરે વિભાગોમાં પણ કેટલીક ફેરબદલી થઈ છે. આ બદલીના દોરમાં કેટલીક જગ્યાઓ ખાલી હતી તે પણ ભરવામાં આવી છે.કુલ 22 નાયબ મામલતદારની એકથી બીજી જગ્યાએ બદલી કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો