પુનઃ કેસમાં વધારો:નવસારી જિલ્લામાં બુધવારે કોરોનાના 20 પોઝિટિવ કેસ

નવસારી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક્ટિવ કેસ 77, 62 હોમ આઇસોલેશનમાં

નવસારી જિલ્લામાં કોરોનાના કેસ ઘટવાની જગ્યાએ વધી રહ્યાં છે. બુધવારે તો 20 પોઝિટિવ કેસ બહાર આવ્યા છે. જિલ્લામાં કોરોના કેસ સોમવારે માત્ર 5 જ બહાર આવ્યા બાદ બે દિવસથી પુનઃ વધ્યા છે. મંગળવારે 15 કેસ બહાર આવ્યા બાદ બુધવારે તો 20 પોઝિટિવ કેસ સરકારી ચોપડે નોંધાયા છે. જે કેસો નોંધાયા છે તેમાં સૌથી વધુ ચીખલી તાલુકામાં 9 કેસ છે.

આ ઉપરાંત વાંસદા તાલુકામાં 4, નવસારીમાં 3 અને ગણદેવી અને જલાલપોરમાં 2 -2 કેસનો સમાવેશ થાય છે. વધુ 20 કેસની સાથે જિલ્લામાં કુલ કેસોનો આંક 12468 થઈ ગયો છે. કોરોનાની સારવાર લેતા 13 દર્દી રિકવર પણ થયા હતા,જેની સાથે કુલ રિકવર સંખ્યા 12181 થઈ છે. બુધવારે નવા કેસો વધતા એક્ટિવ કેસોની સંખ્યા પણ વધીને 77 થઈ ગઈ છે.જેમાં 15 દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે જ્યારે 62 જણા હોમ આઇસોલેશનમાં જ છે.અહીં ઉલ્લેખનીય છે કે કેસો વધવા છતાં મૃત્યુ કોઈ નોંધાતુ નથી.મહત્તમ દર્દી તુરંત રિકવર થઈ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...