ધરપકડ:ભેંસ લઇને નીકળેલા સુરતના ટેમ્પોચાલક સહિત 2 ઝબ્બે

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ટેમ્પો અટકાવી ખંડણી માંગવાની ઘટના
  • પશુ ક્રુરતા અધિનિયમ મુજબ ગુનો નોંધાયો

નવસારીમાં સાલેજ અને ગણેશ સિસોદ્રાથી 2 ભેંસ અને બચ્ચું લઈ જતા સુરતના ડ્રાઈવર સહિત બે પાસે કોઈ દસ્તાવેજો નહીં હોય અને ઘાસચારાની વ્યવસ્થા કરેલી નહીં હોય તેમની અટક ગ્રામ્ય પોલીસે કરી હતી. નવસારીના ગ્રીડ ઓવરબ્રિજ પાસેથી સુરત લઈ જતા ટેમ્પોમાં 2 ભેંસ અને બચ્ચુને દોરડા વડે બાંધેલા હોય, ટેમ્પોમાં ઘાસચારાની સગવડ નહીં હોય તેમજ તેમની પાસે દસ્તાવેજો નહીં હોય ગ્રામ્ય પોલીસના હેકો અશોક માસુભાઈએ ટેમ્પો (નં. GJ-05-BX-6265)ના ચાલક અંશાર ઇશાક શેખ અને સાબિર ઉર્ફે ભંગાર (બન્ને રહે. રઝાનગર ઝૂંપડપટ્ટ, સુરત)ની અટક કરી હતી.

પોલીસે પશુઓ પ્રત્યેના ઘાતકીપણું અટકાવવાના અધિનિયમ મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરતના ડ્રાઈવર અને ક્લીનરનું અપહરણ કરી 50 હજારની ખડણી માંગતા 3 યુવાન સામે ફરિયાદ થઈ હતી. નવસારી ગ્રામ્ય પોલીસે ખંડણી માગનાર ત્રણ યુવાનોની શોધખોળ કરવા માટે ટીમ બનાવી હોવાનું પોલીસ મથકેથી જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...