કોરોના અપડેટ:નવસારી જિલ્લામાં ગુરૂવારે કોરોનાના 2 પોઝિટિવ કેસ

નવસારી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુલ કેસોની સંખ્યા 7269 થઇ ,એક્ટિવ કેસ 12 થયા
  • નવસારી​​​​​​​ છાપરા રોડ અને વાંસદામાં કેસ નોંધાયા

નવસારી જિલ્લામાં ગુરૂવારે કોરોનાના 2 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે કેસ નોંધાયા તેમાં નવસારીના છાપરા રોડ વિસ્તારની 40 વર્ષીય મહિલા અને વાંસદાના 34 વર્ષીય યુવકનો સમાવેશ થાય છે. વધુ 2 કેસ સાથે જિલ્લામાં કુલ કેસની સંખ્યા 7269 થઈ ગઈ છે.

કોરોનાની સારવાર લેતો 1 દર્દી રિકવર થયો હતો, જેની સાથે કુલ રિકવર સંખ્યા 7069 થઈ હતી. એક્ટિવ કેસ 12 રહ્યા છે, જેમાં 1 દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે અને 11 જણા હોમ આઇસોલેશનમાં છે. અહીં ઉલ્લેખનીય છે કે કોરોનાનાે કોઇ વધુ મૃત્યુ નોંધાયા નથી અને કુલ મૃત્યુ આંક 194 જ રહ્યો છે.

વધુ 10963 ને રસી આપવામાં આવી
જિલ્લામાં ગુરુવારે વધુ 10963 જણાએ કોવિડ રસી લીધી હતી,જેમાં 10404 જણાએ બીજો ડોઝ અને 559 જણાએ પહેલો ડોઝ લીધો હતો.તાલુકાવાર રસીકરણ જોઈએ તો નવસારીમાં 2926,જલાલપોરમાં 1620,ગણદેવીમાં 1235 ,ચીખલીમાં 2313,ખેરગામમાં 490 અને વાંસદામાં 2329 જણાએ રસી લીધી હતી.હાલ સુધીમાં જિલ્લામાં 90.47 ટકા પહેલો ડોઝ અને 84 ટકા એ બીજો ડોઝ લઈ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...