તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મેઘા આપઘાત કેસમાં 2 નર્સ હજુ ફરાર

નવસારી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એસીબીના કેસમાં 2 સરકારી અધિકારી હજુ પોલીસ પહોંચથી દૂર

નવસારીમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી કોરોના વોરિયર્સ મેઘા આચાર્ય અપમૃત્યુ કેસમાં હજુ બે નર્સ ફરાર છે. જયારે એસીબીના ગુનામાં નોંધાયેલા બે ગુનામાં પણ બે અધિકારીઓ હજુ પણ પોલીસની પકડથી દૂર છે.

નવસારી જિલ્લામાં વર્ષ-2020 દરમિયાન ટોક ઓફ ટાઉન બનેલા સિવિલ હોસ્પિટલની નર્સ મેઘા આચાર્ય આપઘાત કેસમાં આત્મહત્યાની દુષ્પ્રેરણા આપનારા પાંચ જણાંના નામ સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું. જેને પગલે પોલીસે સિવિલ સર્જન, મેઘાનાં પતિ અને સાસુની અટક કરી હતી. મુખ્ય આરોપી બે નર્સ તારા પટેલ અને વનિતા પટેલ પોલીસ પકડથી દૂર છે. તેમની બે વખત જામીન અરજી કોર્ટે ફગાવી હતી અને પોલીસ માટે તેમની અટક કરવાના માર્ગ સરળ બન્યા છે ત્યારે બે માસથી બંને નર્સ પોલીસ પકડથી દુર છે. જયારે નવસારીમાં ભ્રષ્ટાચાર થતો હોય મળેલી ફરિયાદને પગલે એસીબી દ્વારા સાત કેસ કરવામાં આવ્યા હતા. જેમાં હજુ પણ બે આરોપી પોલીસ પકડથી દુર છે.

નવસારી એસીબીએ અપ્રમાણસર મિલકત બદલ નોંધાયેલ ગુનાનાં આરોપી નવસારીનાં નિવૃત ફૂડ ઇન્સ્પેકટર વિમલકાંત ટેલર દોઢ માસથી ફરાર છે. જ્યારે નવસારી કલેકટર કચેરીનાં મહેસૂલ વિભાગનાં ના.મામલતદાર નિલેશ પરમાર પણ હજુ પોલીસ પકડથી દુર છે. જેમાં કોર્ટમાં જામીન અરજી નકારવામાં આવી હોવા છતાં બે માસથી જામીન ફગાવ્યા હોવા છતાં તેમને પોલીસ પકડી શકી નથી. નવસારી જિલ્લામાં વર્ષ-2020માં અતિ ચકચારિત કેસનાં ચાર આરોપીને પકડવામાં પોલીસ નિષ્ફળ ગઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો