તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાષ્ટ્રીય પક્ષીના મોત:નવસારી નગરના જલાલપોર વિસ્તારમાં વધુ 2 મોરના મૃત્યુ

નવસારી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં અત્યાર સુધીમાં 9 રાષ્ટ્રીય પક્ષીના મોત થયા છે
  • ઝડપથી વીજલાઇન અન્ડરગ્રાઉન્ડ કરવા કાઉન્સિલરની રાવ

નવસારીના જલાલપોર વિસ્તારમાં વધુ 2 રાષ્ટ્રીય પક્ષી મોરના વીજલાઈન અડવાથી મૃત્યુ થયા હતા.આજ વિસ્તારમાં 9 જેટલા મોર મૃત્યુ થયા છે. નવસારી શહેરના જલાલપોર વિસ્તારમાં અનેક મોર જોવા મળે છે. જોકે અહીં મોરના આકસ્મિક મૃત્યુ પણ થતા રહે છે. શુક્રવારે જલાલપોરના આહિરવાસ વિસ્તારમાં વધુ 2 મોરના મૃત્યુ થયા હતા.

આ વિસ્તારમાંથી પસાર થતી વીજલાઈનને અડતા મૃત્યુ પામ્યાંનું જણાયું છે. વન વિભાગે કબજો લઈ આગળની કાર્યવાહી કરી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ આજ વિસ્તારમાં કેટલાક સમયમાં અનેક મોરના મૃત્યુ થયા છે. અહીં ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારના પાલિકાના કાઉન્સિલર કેયુરી દેસાઈએ મોરના અવારનવારના મૃત્યુ બાબતે વીજ કંપનીમાં લેખિત રજૂઆત જુલાઈ માં પણ કરી હતી અને આ વિસ્તારમાં શરૂ થયેલ વીજ લાઈન અન્ડરગ્રાઉન્ડ કરવાની તાકિદે કરવાની માંગ કરી હતી. જેથી ભવિષ્યમાં પણ મોર કે અન્ય જીવ સાથે મોટી દુર્ઘટના ન સર્જાય વહેલી તકે કામગીરી પૂર્ણ કરવા પણ અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...