તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કાબૂમાં:નવસારીમાં 5 દિવસ બાદ વધુ 2 કેસ કોરોના પોઝિટિવ, કુલ કેસ 1564, રિકવર1457, એક્ટિવ 5

નવસારી20 દિવસ પહેલા
 • કૉપી લિંક

નવસારી જિલ્લામાં સતત 5 દિવસ કોરોનાના પોઝિટિવ કેસ ન નોંધાયા બાદ શુક્રવારે 2 કેસ નોંધાયા હતા. જિલ્લામાં 30મી જાન્યુઆરીએ કોરોનાના ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા બાદ 4 ફેબ્રુઆરી સુધી સતત 5 દિવસ કોઈ કેસ નોંધાયો ન હતો. જોકે શુક્રવારે કેસ નોંધાયા હતા.

ગુરુવારે લેવાયેલ 341 સેમ્પલોના ટેસ્ટમાં શુક્રવારે બે કેસના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેમાં વાંસદા તાલુકાના લિમઝર અને ચીખલી તાલુકાના રાનકુવામાં એક-એક કેસ નોંધાયા હતા. આ બે કેસની સાથે ચીખલી તાલુકામાં 260 અને વાંસદા તાલુકામાં 134 કેસ થઈ ગયા છે. જેની સાથે જિલ્લાના કુલ કેસનો આંક 1564 ઉપર પહોંચ્યો છે. શુક્રવારે જોકે કોઈ નવો દર્દી રિકવર થયો ન હતો અને કુલ રિકવર સંખ્યા 1457 જ રહી હતી.એક્ટિવ કેસ હવે 5 રહ્યા છે. આ પાંચેય દર્દી હાલ હોમ આઇસોલેશનમાં જ છે. કોરોનાની ચકાસણી અર્થે શુક્રવારે વધુ 350 સેમ્પલ લેવામાં આવ્યા છે,જોકે તેના રિપોર્ટ પેન્ડિગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો