નવસારી એસઓજીએ ધોળાપીપળા પાસે રોડ પર કારનો ચાલક ડ્રગ્સના 2 કિલો પાવડરનો સપ્લાય લેતા રંગેહાથે ઝડપાયો હતો. જ્યારે માલ આપનાર અજાણ્યાને ફરાર જાહેર કર્યો હતો. પોલીસે 1.17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. નવસારી એસઓજીના સ્ટાફને બાતમી મળી હતી કે ધોળાપીપળા ઓવરબ્રિજના દક્ષિણ છેડે સુરતથી મુંબઇ જતા સર્વિસ રોડ પર એક અજાણ્યો ટ્રક ડ્રાઈવર પાવડરના સ્વરૂપમાં ડ્રગ્સનો જથ્થો કારચાલકને સપ્લાય કરનાર છે. આ બાતમીને પગલે એસઓજી પીએસઆઈ અને ટીમે વોચ રાખી હતી.
પોલીસે બાતમીવાળી કાર (નં. GJ-21-AA-1921) આવતા તેમાં તપાસ કરતા પાસ પરમિટે પોષ ડોડા પાવડરનું વજન 2.410 કિ.ગ્રા કિંમત રૂ. 7230 મળી આવતા ચાલક ગોરધનરામ ઉમારામ મિસ્ત્રી (ઉ.વ. 42, રહે. નારાયણનગર સોસાયટી, કોલેજ રોડ, બીલીમોરા, મૂળ રહે. સરણુગાંવ, તા.જિ. બાડમેર (રાજસ્થાન))ની અટક કરી હતી. પોલીસે કુલ 1.17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વધુ પૂછપરછમાં કાર ચાલકે અજાણ્યાં ટ્રક ડ્રાઈવરનું નામ આપતા પોલીસે તેને ફરાર જાહેર કર્યો હતો. એસઓજીએ નાર્કોટીક્સ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધી ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.