અકસ્માત મોતના બનાવમાં વધારો:નવસારી જિલ્લામાં 2 દિવસમાં આત્મહત્યાના 2 અને અકસ્માત મોતના 2 બનાવ

નવસારી13 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવસારી જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં બે આત્મહત્યા અને બે અકસ્માત મોતના ગુના નોંધવા પામ્યા છે. જેમાં પ્રથમ કેસની વિગત જોઈએ તો ગણદેવી તાલુકાના અંબાજી મોહલ્લા ખાતે રહેતા 28 વર્ષીય કિશન મણીલાલ ટંડેલ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરના અંદરના રૂમમાં પતરાના શેડ વાળી લોખંડની એંગલ ઉપર નાયલોનની દોરી વડે ગળે ફાંસો લઈ જીવન ટૂંકાવ્યું હતું. તો બીજા કેસમાં નવસારી શહેરના ઇટાડવા રોડ પર આવેલા ડોઝી ફળિયામાં રહેતા યુવાન તુષાર મિતેશભાઈ હળપતિ એ આજે ઘરની પાછળ આવેલા આંબાના ઝાડ સાથે ગળે ફાંસો લઈ જીવન ટૂંકાવ્યું છે સમગ્ર મામલે ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી છે.

ગણદેવી તાલુકામાં આવેલા પીપલધરા ગામ પાસે મહેન્દ્ર ટેમ્પોના ચાલકે ગફલત ભરી રીતે ટેમ્પો હાંકતા ટેમ્પો પલટી મારી ગયો હતો. જેમાં પાછળ બેસેલા મજૂરો રોડ પર પટકાયા હતા. જે પૈકી અનિતાબેન ચૌહાણ નામની મહિલાને ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ટેમ્પોના ડ્રાઇવર વિરુદ્ધ ગણદેવી પોલીસ સ્ટેશનમાં બેદરકારી અંગે ફરિયાદ નોંધાય છે. તો અન્ય એક કેસમાં જલાલપોર તાલુકાના વેસ્મા ગામે રમેશ જેઠાભાઈ હળપતિ નામના ખેડૂત ખેતરમાં શેરડીને પાણી પાવા જતા કોઈ અગમ્ય કારણસર તેમનું મોત નીપજ્યું હતું. જે અંગે ગ્રામ્ય પોલીસે ગુનો રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરી છે. આમ જેટલા માં બે દિવસમાં બે આત્મહત્યા અને બે અકસ્માત મોત અંગે પોલીસે કેશ રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...