ફ્લાયઓવર કામગીરી:અંચેલીમાં રેલવે બ્રિજના કામથી 2 કલાકનો રેલવે બ્લોકેજ અપાયો

નવસારી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
અંચેલીમાં રેલવે બ્રિજ પર બ્લોકેજની કામગીરી હાથ ધરવામાં આવી હતી. - Divya Bhaskar
અંચેલીમાં રેલવે બ્રિજ પર બ્લોકેજની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
  • નવસારી થોભતી ગુજરાત એક્સપ્રેસ 2 કલાક મોડી પડી

નવસારીથી થોડે દુર આવેલ અંચેલીમાં ગુરૂવારે રેલવે ફ્લાયઓવરના કામને લઈ 2 કલાક જેટલો રેલવે બ્લોકેજ અપાયો હતો, જેથી અનેક ટ્રેનો મોડી દોડી હતી.

નવસારી જિલ્લામાં આવેલ કેટલીક રેલવે ફાટક ઉપર ફ્લાયઓવર બની રહ્યા છે. જેમાં હવે ટ્રેક ઉપર ગર્ડર નાખવા વગેરેનું કામ પણ થતા રેલવે બ્લોકેજ આપવાની ફરજ પડી રહી છે. મંગળવારે નવસારી નજીક કામને લઈ 2 કલાક બ્લોકેજ અપાયું હતું. ગુરૂવારે ફરી 2 કલાકનું બ્લોકેજ અપાયું છે.

મળતી માહિતી મુજબ ગુરૂવારે નવસારીથી થોડે દુર આવેલ અંચેલીમાં રેલવે ફ્લાયઓવરના કામને લઈ પુનઃ 11થી 1 વાગ્યા દરમિયાન 2 કલાકનો બ્લોકેજ આપવામાં આવ્યો હતો. બ્લોકેજને લઈને સવારે મુંબઈ તરફ જતી નવસારી થોભતી ગુજરાત એક્સપ્રેસ બે કલાક મોડી આવી હતી. આ ઉપરાંત નવસારીથી પસાર થતી અન્ય ટ્રેન પણ મોડી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...