રજૂઆત:ઇન્ટરસિટી ટ્રેનમાં તાબડતોડ ત્રણ ગેટવાળા 2 કોચ વધારાયા

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કફોડી હાલતમાં મુસાફરો મુસાફરી કરતા હતા
  • ​​​​​​​ગુરૂવારે ટ્રેન પકડવા જતાં 2 મુસાફરો પટકાયા હતા

વલસાડ વડોદરા ઇન્ટરસિટી ટ્રેનમાં મુસાફરોને પડતી મુશ્કેલીને જોતા શુક્રવારે ત્રણ ગેટવાળા 2 કોચ વધારવામાં આવ્યા હતા.વલસાડથી વડોદરા વચ્ચે દોડતી ઇન્ટરસિટી ટ્રેનમાં રોજ અપડાઉન કરતા મુસાફરોની સંખ્યાના પ્રમાણમાં તેમના માટે કોચ ઓછા હોવાના કારણે ભારે મુશ્કેલી પડી રહી હતી. નવસારી જિલ્લાના મુસાફરો પણ મોટી સંખ્યામાં આ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા, તેમને પડતી મુશ્કેલી અંગે ધારાસભ્ય પિયુષ દેસાઈ, રેલવેની કમિટી સાથે જોડાયેલ છોટુભાઈ પાટીલ, જયદીપ દેસાઈ એ રેલવેમાં રજૂઆત કરી હતી.

આ દરમિયાન ગુરૂવારે ટ્રેનમાં ચઢતી વેળા 2 મુસાફર નીચે પટકાયા પણ હતા. આ ઘટના બાદ શુક્રવારે તાબડતોડ રેલવે એ ટ્રેનમાં ત્રણ ગેટવાળા 2 દીનદયાળ કોચ વધારી દીધા હતા. જેથી મુસાફરોને થોડી રાહત થઈ હતી. શુક્રવારે સવારે ટ્રેન આવવાના સમયે રેલવે સલાહકાર સમિતિના સભ્ય જયદીપ દેસાઈ નવસારી સ્ટેશને હાજર રહ્યા હતા. પાસ હોલ્ડરોને મળ્યા હતા અને કોચ વધાર્યાની જાણકારી પણ આપી હતી. હજુ કોચ વધારવાના પ્રયત્નો કરાઈ રહ્યાની પણ જાણકારી મળી હતી.

અન્ય સમાચારો પણ છે...