નવસારીના હાઇવે નંબર-48 વેસ્મા નજીકથી પેટ્રોલિંગ દરમિયાન પિકઅપમાં છૂપાવીને લઈ જવાનો 42 હજારનો વિદેશી દારૂ સાથે 2ની અટક કરી હતી.રાજ્યમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી તથા સેવનની તેમજ દારૂની ગેરકાયદેસર પ્રવૃતિ અંકુશમાં લેવાના ઉદ્દેશથી 26 જુલાઈથી 1લી ઓગસ્ટ દરમિયાન સુધી સ્પે.પ્રોહિબિશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે એલસીબી પીએસઆઈ એ.આર.સુર્યવંશી સ્ટાફસાથે નવસારી જિલ્લા વિસ્તારમાં પ્રોહિબિશન ગુના અટકાવવા પેટ્રોલિંગમાં હતા.
તે દરમિયાન HC મિલનભાઈ મનસુખભાઇ તથા PC અનિલભાઇ રમેશભાઈને મળેલ બાતમીને આધારે વેસ્મા ગામની હદમાં આવેલ હોલીડે હોમ ફાર્મ હાઉસની સામે ને.હા.નં- 48 મુંબઇથી અમદાવાદ જતી ટ્રેક પર પીકઅપ (નં. GJ-15-YY-2711) આવતા તેનેે ઉભી રાખી હતી. પોલીસે પીકઅપમાં તપાસ કરતા તેમાં બનાવેલા ચોરખાનામાંથી 336 બાટલી કિંમત રૂ. 42 હજારનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.
પોલીસે પીકઅપમાંથી દારૂ મળી આવતા તુલશારામ ભીમારામ ચૌધરી તથા વિશાલભાઇ રમેશભાઇ પટેલ (બંને રહે. વલસાડ)ની અટક કરી હતી. જ્યારે દારૂ મંગાવનાર રાજુ ભૈયા અને એક અન્યને પોલીસે ફરાર જાહેર કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.