તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:નાયબ મામલતદારની આગોતરા જામીનની 1લીએ સુનાવણી

નવસારી8 મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવાળી પહેલા નવસારીનાં કલેકટર કચેરીના નાયબ મામલતદાર નિલેશ પરમાર તેના સાગરિતને રૂ.૩.78 લાખની લાંચ લેતા ઝડપી પાડયા હતા. નિલેશ પરમાર ભાગેડુ હોય છુટવા માટે સેસન્સ કોર્ટમાં જામીન મુકયા છે. ગુરુવારે જામીન અરજીનો ફેંસલો આવનાર હતો પણ સુનાવણી ટળી હતી અને 1લી ડિસેમ્બરે સુનાવણી થવાનું તપાસ કરનાર અધિકારીએ જણાવ્યું હતું.જલાલપોર તાલુકાનાં ડાંભેલ ગામે આવેલી જમીન બિનખેતી કરાવી આપવા માટે ફરિયાદીએ ઓથોરિટી મેળવ્યો હતો. આ કામ માટે જાગૃત નાગરિકે કલેકટર કચેરીમાં ચીટનીશ નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા નિલેશ રાજેન્દ્ર પરમાર (વર્ગ-૩, રહે. નવસારી મૂળ ગાંધીનગર) દ્વારા રૂ.૩.78 લાખની માંગ કરી હતી.

નવસારીનાં અલ્તાફ અલ્લારખુ શેખ (ખાનગી વ્યક્તિ, રહે. નવસારી)એ સરકારી અધિકારી વતી અલ્તાફ અલ્લારખુ શેખ રૂ.૩.78 લાખની લાંચ લેતા એસીબીએ રંગે હાથે ઝડપી પાડ્યો હતો. અલ્તાફ શેખ નાયબ મામલતદાર નિલેશ પરમારના વચેટિયા તરીકે કામ કરતો હતો. જોકે નિલેશ પરમારે નવસારી સેશન્સ કોર્ટમાં છુટવા આગોતરા મુક્યા હતા. ગુરુવારે હિયરીંગ હતું પરંતુ સુનાવણી ટળી હતી.

અન્ય સમાચારો પણ છે...