તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

RTE:નવસારી જિલ્લામાં ધો-1ના RTE હેઠળ 1554 બેઠકની સામે 1945 ફોર્મ ભરાયા

નવસારી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઇન ફોર્મ ભરાતા તમામ અરજીની ચકાસણી શરૂ કરવામાં આવી

નવસારી જિલ્લામાં પણ ખાનગી શાળાઓમાં આર્થિકઅને સામાજિક રીતે પછાત રીતે ગરીબ વાલીઓ પણ પોતાનાં વહાલસોયાને અભ્યાસ કરાવી શકે તે માટે RTEનો કાયદો સરકાર દ્વારા વર્ષ 2009માં અમલમાં મુકાયો છે. આ વર્ષે પણ ધોરણ 1માં પ્રવેશ માટે 1554 બેઠક સામે 1945 અરજીઓ આવી છે. જેમાં સરકારની ગાઈડ લાઈન મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં વાલીની આવક રૂ.1.20 લાખ અને શહેરમાં રહેતા વાલીઓની વાર્ષીક આવક રૂ.1.50 લાખની મર્યાદામાં હોવા જોઈએ.

જો છાત્ર અનામતની કેટેગરીમાં એટલે કે અનુસૂચિત જાતિ, જનજાતિ અને બક્ષીપંચમાં આવતા હોય વાલીનું જાતિના પ્રમાણપત્રની ખરાઈ કરવામાં આવે છે. આ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા આવેલ અરજીઓની ખરાઈ કરવાની કામગીરી શરૂ કરાઇ છે. જેમાં ખરાઇ બાદ પત્રતા ધરાવતા 1554 છાત્રોને ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવશે.

RTE હેઠળના છાત્રોને ધોરણ 1 થી 8 સુધીનો તમામ ખર્ચ સરકાર આપે છે
વર્ષ 2009માં સરકારે RTE એક્ટ હેઠળ કાયદામાં નજીકની ખાનગી શાળાઓમાં આર્થિક રીતે અને પછાત વર્ગના છાત્રો પણ વિનામૂલ્યે અભ્યાસ કરી શકે તે માટે કાયદો પસાર થયો છે. જેમાં ધોરણ-1થી 8 સુધી શાળાની ફી, યુનિફોર્મ, પુસ્તકો, નોટબુક, સ્કૂલ બેગ વેગેરેનો તમામ ખર્ચ વાલીના ખાતામાં જમા થયા બાદ તેઓ ફી શાળામાં જમા કરાવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...