ચોરી:જૂની GIDCમાં ખાનગી કંપનીની ઓફિસમાંથી 19.18 લાખની ચોરી

નવસારી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કથિત આરોપી તરીકે ડિલિવરી બોયનું નામ FIRમાં નોંધાવાયું

નવસારીના કબીલપોરમાં આવેલી જૂની જીઆઇડીસીમાં વનવર્લ્ડ લોજીસ્ટિક નામની કંપનીની ઓફિસમાં તાળુ ખોલી કબાટમાં મુકેલા કંપનીના ડિલિવરીના 19.18 લાખ રોકડાની ચોરી થઈ હોવાની કંપનીના એરિયા મેનેજરે ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં એક ડિલીવરી એજન્ટ ઘટના બાદ નહીં દેખાતા કથિત આરોપી તરીકે તેનું નામ ગ્રામ્ય પોલીસ મથકે નોંધાવ્યું હતું.

નવસારીના કબીલપોરમાં આવેલી જૂની જીઆઇડીસીમાં વનવર્લ્ડ લોજીસ્ટિક પ્રા.લિ.માં એરિયા મેનેજર તરીકે ફરજ બજાવતા પવન તિવારીએ ગ્રામ્ય પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોધાવી હતી. જેમાં જણાવ્યું કે તેમની કંપની જીઓ (રિલાયન્સ)ની ડિલિવરી પાર્ટનર છે. વનવર્લ્ડ લોજીસ્ટીક લિમિટેડની ઓફિસમાં ડિલિવરી બોય તરીકે કામ કરતા એક કર્મચારી 13મી ફેબ્રુઆરીએ રાત્રિના સમયે ઓફિસમાં મારેલ તાળું ખોલી પ્રવેશ કર્યો હતો. ઓફિસમાં મુકેલ લોખંડના કબાટનું તાળુ ચાવી વડે ખોલી કબાટમાં મુકેલ ડિલિવરીના રૂ.19.18 લાખ અને ડીવીઆરની ચોરી કરી ગયો હતો.

14 પૈકી 1 કર્મચારીની વર્તણૂક શંકાસ્પદ જણાતા તેની સામે શંકાની સોઇ િચંધાઇ
નવસારીની કંપનીના કેયુરભાઈએ તેમનો મોબાઈલ ઉપરથી ફોન કરી ફરિયાદી પવન તિવારીને જણાવેલું કે, તમારી ઓફિરસમાં કામ કરતા રોનક નામના યુવાને ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે તેવી વાત કરી હતી. જેથી પવનભાઈએ અન્ય કર્મીની તપાસ કરતા તે કર્મચારી ઘરે નહી હોવાનું જણવા મળ્યું હતું. તેનો મોબાઇલ સ્વિચ ઓફ આવતો હતો. જેથી પવન તિવારીએ ગ્રામ્ય પોલીસમાં આરોપી તરીકે શંકાસ્પદ જણાતા એક કર્મચારી વિરુદ્ધ ફરિયાદ આપી હતી. કંપનીમાં 14 કર્મચારી કામ કરે છે.

અન્ય સમાચારો પણ છે...