તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:નવસારીમાં વાલ્મિકી એપાર્ટમેન્ટનો જર્જરિત સ્લેબ તૂટી માથા પર પડતાં 19 વર્ષીય રત્નકલાકારે જીવ ગુમાવ્યો

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 10મી એપ્રિલે રાત્રિના 10.30 વાગ્યાના અરસામાં ઘરમાં સુવા માટે જતો હતો ત્યારે બનેલી ઘટના

નવસારીમાં શાંતાદેવી રોડ પર આવેલા વાલ્મિકી એપાર્ટમેન્ટમાં ભાડેના ઘરમાં ભાઈ સાથે રહેતા 19 વર્ષીય રત્નકલાકાર રાત્રિ સુવા માટે ઘરમાં જતો હતો. દરમિયાન અકસ્માતે જૂની બિલ્ડીંગનો સ્લેબ તૂટીને આ યુવાનના માથા પર પડતા ગંભીર ઈજા પહોંચી હતી. તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાતા જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

નવસારીમાં શાંતાદેવી રોડ પર વાલ્મિકી એપાર્ટમેન્ટમાં કમલેશ રાજસિંહ ઠાકોર (ઉ.વ. 19, મૂળ રહે. જાવલ ગામ, બનાસકાંઠા, તા.ડીસા) તેમના ભાઈ સેદુભા સાથે ભાડાના રૂમમાં રહેતો હતો. કમલેશ ઠાકોર રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો. 10મી એપ્રિલે તે રાત્રિના 10.30 વાગ્યાના અરસામાં ઘરમાં સુવા માટે જતો હતો. દરમિયાન એપાર્ટમેન્ટનો સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો. આ સ્લેબ કમલેશના માથા પર પડતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેને સારવાર માટે નજીકમાં આવેલી શ્રદ્ધા હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના તેને તબીબે મૃત જાહેર કર્યો હતો. આ બાબતે ડો.હર્ષિત ટેલરે ટાઉન પોલીસ મથકમાં જાણ કરતા ટાઉન પોલીસ તપાસ કરી રહી છે.

પાલિકાએ નોટિસ આપી છતાં રિપેર થયું ન હતું
શાંતાદેવી રોડ પર આવેલી ભયજનક ઇમારતને પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી. શાંતાદેવી રોડ પર આવેલા વાલ્મીકિ એપાર્ટમેન્ટ જર્જરિત બન્યું હોય નગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ તરફથી રિપેર કરવા માટે નોટિસ આપી હોવાની માહિતી મળી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો